અયોધ્યા વિવાદ ઉકેલવા ૩ મધ્યસ્થીઓની પેનલ

420

અયોધ્યા વિવાદ કેસને ઉકેલવા માટે મધ્યસ્થતાનો રસ્તો અપનાવાશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવૈધાનિક બેન્ચે શુક્રવારના રોજ રામજન્મભૂમિ-બાબરી મજસ્જિદ જમીન વિવાદના સર્વમાન્ય સમાધાન માટે મોટો નિર્ણય લીધો છે. એવામાં સ્પષ્ટ થાય છે કે રાજકીય રીતે સંવેદનશીલ આ કેસને કોર્ટની બહાર ઉકેલવાની કોશિષ કરાશે. સુપ્રીમ કોર્ટે આ બાબત ૩ સભ્યવાળી પેનલ પણ રચી દીધી છે.સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ એફએમ કલીફુલ્લા આ પેનલના ચેરમેન હશે.

સમિતિના બીજા મધ્યસ્થોમાં આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂ સામેલ છે. ખાસ વાત એ છે કે મધ્યસ્થતા દ્વારા કેસને ઉકેલવાની પ્રક્રિયા ચાર સપ્તાહમાં શરૂ થશે અને આઠ સપ્તાહમાં જ પૂરી થશે. જો કે માનવામાં આવી રહ્યું છેકે આ સંબંધમાં કાર્યવાહી એક સપ્તાહમાં જ શરૂ થઇ શકે છે.તેની સાથે જ કોર્ટે ફૈજાબાદમાં જ મધ્યસ્થતાને લઇ વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી વાતચીતનો સિલસિલો ચાલશે, સંપૂર્ણ વાતચીત ગોપનીય રખાશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પેનલમાં સામેલ લોકો કે સંબંધિત પક્ષ કોઇ માહિતી આપશે નહીં. તેને લઇ મીડિયા રિપોર્ટિંગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ એ સ્પષ્ટ કહ્યું છે કે કોર્ટની નજરમાં થનાર મધ્યસ્થતાની પ્રક્રિયા ગુપ્ત રખાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મધ્યસ્થતાની પ્રક્રિયા કેમેરા સામે થવી જોઇએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આગળની સુનવણી ૬ સપ્તાહ બાદ કરશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો જરૂર પડશે તો મધ્યસ્થ પેનલમાં કોઇને પણ સામેલ કરી શકે છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફૈજાબાદમાં મધ્યસ્થોની તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ જરૂર પડે તો મધ્યસ્થ આગળ કાયદાકીય સહાયતા પણ લઇ શકે છે.

બુધવારના રોજ થયેલી સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતુંલ કે આ માત્ર જમીનનો જ નથી પરંતુ લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલો કેસ છે. સંવિધાન બેન્ચમાં ઝ્રત્નૈં સિવાય જસ્ટિસ એસએ બોબડે, ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજીર સામેલ હતા. સુપ્રીમ કોર્ટે એ વાતને પ્રમુખતાથી કહી હતી કે મોગલ શાસક બાબરે જે કર્યું તેના પર કોઇનું નિયંત્રણ નથી અને તેનો સરોકાર માત્રા હાજર સ્થિતિને ઉકેલવાથી છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે બુધવારે બન્ને પક્ષોના વકીલને સાંભળ્યા બાદ આ કેસમાં સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને દેખરેખ હેઠળ મધ્યસ્થી માટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજે છે અને એટલા માટે જ આ મુદ્દે વહેલી તકે ચુકાદો જાહેર કરવા માંગે છે. બેન્ચે વધુમાં જણાવ્યું કે પક્ષકારો મધ્યસ્થીના નામોનું સુચન કરી શકે છે.

આ મામલે હિન્દુ પક્ષકારો તરફથી મધ્યસ્થી માટે ઈનકાર કરવામાં આવ્યો હતો. જ્યારે મુસ્લિમ પક્ષકારો દ્વારા મધ્યસ્થી માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.

Previous articleદેશના જ કેટલાક જયચંદો પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Next articleભાગેડુ નિરવ મોદીનો બંગલો ૧૦૦ વિસ્ફટકોથી ફક્ત ૫ મિનિટમાં જ ધ્વસ્ત કરાયો