મજાદર મુકામે આજે કાગ એવોર્ડ સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

766

પ્રતિવર્ષ કાગબાપુની પાવન કર્મભુમિ  કાગધામ- મજાદર ખાતે કાગ નિર્વાણ તિથિ ફાગણ સુદ ચતુર્થીના દિવસે પૂજય મોરારીબાપુની નિશ્રામાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા છે. એક કાગના ફળીએ કાગ નીવાતું, બીજું, કાગ એવોર્ડ અર્પણ વિધિ અને ત્રીજું, કચ્છ – કાઠિયવાડ- ગુજરાતના નામી અનામી લોક કલાકારોનો રાતભર ચાલતો ડાયરો, ગત વર્ષે કાગોત્સવ સમારોહમાં પૂજય બાપુએ પોતા નામનની એક વાત રજુ કરતા કહેલું કે કાગધામમાં રામજી મંદિર નવનિર્મિત થાય અને એ એક વર્ષના સમયગાળામાં જ શક્ય હોય તો વધુ સારૂં. પૂજય બાપુની આવાતની સાર્થકતા રૂપે આજેએ મંદીર નવનિર્માણ પામ્યું છે. અને એનો પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એ નિમિત્તે ૧૦૦ઠ મહામંડલેશ્વર વસંતદાસબાપુ દ્વારા તા. ર માર્ચથી રામકથાનું ગાન થઈ રહ્યું છે. જેની પુર્ણાહુતિ ૧૦ માર્ચે થશે. આ દિવસે સવારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, મહેમાનો અને શ્રોતાઓ કાગના ફળીએ ભેળા મળશે. લોકસાહિત્યના મર્મી અને માણતલ એવા બળવંત જાનીના સંચાલન અને સંકલન અંતર્ગત સતીષ વ્યાસ અને કલાધર આર્ય કાગના ફળીએ કાગની વાતું માંડશે. કાગબાુપની આ ૪રમી પુણ્યતિથિ છે, ર૦૦રથી શરૂ થયેલ એવો આ ૧૮મો કાગ એવોર્ડ અર્પણ સમારોહ છે. ર૦૦૬ થી આરંભ પામેલ કાગના ફળીએ. નો આ બારમો મણકો છે. અને નવનિર્મિત રામજી મંદિરનો આ પ્રથમ પાટોત્સવ છે. આ વર્ષે મોરારીબાપુ પ્રેરિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ દિવંગત કવિ ત્રાપજકરને અપાશે. ઉપરાંત વીદ્યમાન લોક સાહિત્યના મર્મી વસંતભાઈ ગઢવી, લોગાયક કિર્તિદાન ગઢવી, રાજસ્થાન રઘુરાજસિંહ ાડા તેમજ આકાશવાણી – રાજકોટ કેન્દ્રને આ એવોર્ડ અર્પણ કરી, તેમની ભાવવંદના પૂજયબાપુના પાવન હસ્ત્‌ થશે.

Previous articleઅમરેલી જિલ્લાના ખેડુતોને પાક વીમો ચુકવવા કોંગી ધારાસભ્યો દ્વારા રજૂઆત
Next articleધાધરા ધમ્મરિયાળા…