ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણઃ ઘરના ઘંટી ચાટે અને પારકાને આંટો

710

તાજેતરમાં ગુજરાત મંત્રીમંડળનું વધુ એક વખત વિસ્તરણ કરવામાં આવ્યું .લગભગ તમામ વિસ્તરણ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ પામેલા ધારાસભ્યોને મંત્રીપદ તાસક માપવા માટે ની આ કવાયત હતી.ઘણા બધા ધારાસભ્યો એવા છે જે ખૂબ સિનિયર છે  પાર્ટી માટે ખૂબ કામ કર્યું છે છતાં પણ તેમનની નોંધ લેવામાં આવી નથી. તેવો વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આ સમગ્ર કવાયત પાછળનો હેતુ આગામી લોકસભાની મહત્તમ સીટો હાંસલ કરવા માટેનો છે જે સીટો ભાજપ માટે નબળી ગણાય તેના કેટલાક પોકેટ્‌સ માંથી કાંગરા ખેરવવાનો ભાજપની નેતાગીરીની ગણતરીછે, વ્યૂહાત્મક છે

થોડા સમય પહેલા કુવરજી બાવળીયા ને મંત્રી. તે કોળી સમાજની વોટબેન્કને મજબૂત કરવાનો પ્રયાસ તરીકે સમીક્ષકો ઓળખે છે કોળી સમાજ સૌરાષ્ટ્રમાં મહત્તમ ભાજપની સાથે રહ્યો છે પરંતુ તેનું નેતૃત્વ છેલ્લા બે દસકાથી પરશોતમ સોલંકી પાસે છે  તેઓ હાલ ખૂબ બીમાર ચાલી રહ્યા છે જેથી કરીને કોળી સમાજ ની નવી નેતાગીરી ઊભી કરવાની આવશ્યકતા હતી એટલું જ નહીં પરસોત્તમભાઈ અને હીરાલાલ સોલંકી બંને ભાઈઓની દબંગગીરી ક્યારેક નેતૃત્વને પડકારતી પણ હતી. તે વાત ભારત ભાજપનું નેતૃત્વ સારી રીતે જાણતો હતો નેતાગિરીનું નાક દબાવીને તેઓએ ભાઈ મંત્રી હોવા છતાં પોતે સંસદીય સચિવ બનવા માટેનું દબાણ કરેલું, તે સફળ થયેલા. જે ભાજપના નેતાઓને ગમ્યું નહોતું તે જે બાબત વિદિત છે તેથી નવા નેતા આયાત કરવાની જરૂરિયાત ઊભી થઈ.  લગભગ સૌરાષ્ટ્ર નો કોળી મતદાતા ભાજપની તરફેણમાં દેખાઈ રહ્યો છે તેમના આગમનથી રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ જેવી કોળી વોટબેંક ધરાવતી લોકસભા સીટો પર ભાજપને ફાયદો થઈ શકે છે જેથી તેને મંત્રીપદ રાતોરાત આપી દેવાયું

આશા પટેલ જવાહર ચાવડા પરસોતમ સાબરીયા આ બધા જ નેતાઓ ભાજપના ધારાસભ્યો હોવા છતાં તાત્કાલિક પોતાના સભ્ય પદેથી રાજીનામા આપીને ભાજપ જોઈન્ટ કરે છે તેમાં આશા પટેલ નું આગમન મહેસાણા બેઠક પર તેમના પ્રભુત્વ નો ઉપયોગ કરવા નો વ્યુહ છે આમ પણ પાટીદાર સમાજની નારાજગી છેલ્લા બે દસકાથી ભાજપ સામે જોવા મળી રહી છે તેના ડેમેજ કંટ્રોલ કરવા આશા પટેલનું રાજીનામું અને તેનો ભાજપમાં પ્રવેશ જોવાઈ રહ્યો છે હજુ તેને કોઈ વિશેષ પદ મળ્યું નથી પણ ટૂંક સમયમાં તેને ખૂબ સારું પદ મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જવાહર ચાવડા આહિર જ્ઞાતિના પેથલજીભાઈ ચાવડા જે એક વખતના કોંગ્રેસ જૂનાગઢના તાકાતવર સંસદ સભ્ય હતા તેમના પુત્ર અને આહીર સમાજ પર ખૂબ મોટું પ્રભુત્વ ધરાવે છે છેલ્લી ત્રણ ટર્મથી માત્ર પોતાની તાકાતથી માણાવદર બેઠક પર ચુંટાઈ રહ્યા છે ભાજપે તેમનો કાંગરો ખેરવીને જુનાગઢ અને પોરબંદર તથા અમરેલી બેઠકમાં આહિર જ્ઞાતિના મતદારો પર ગાબડું પાડવાનો પ્રયાસ કર્યો છે. આ બધી જ બેઠકો એક યા બીજી રીતે ભાજપ માટે નબળી ગણવામાં આવી રહી છે તેથી જવાહરને તાત્કાલિક રાજીનામું આપીને કેબિનેટ મંત્રી પદ આપવામાં આવ્યું છે પરસોતમ સાબરીયા સાથે થયેલી ડીલ હજુ જાહેર નથી થઇ પરંતુ આવતો દિવસોમાં પણ તેમને આવી  ચોકલેટ મળી જશે. જેથી સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠક પર તેમનો ઉપયોગ કરી શકાય તમામ બાબતો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નબળી દેખાતી ભાજપને લોકસભા સીટો ને અંકે કરવાનો ખેલ દેખાઈ રહ્યો છે . જેમાં કેટલું સફળ થાય છે તે સમય જ કહી શકે

ગારિયાધારના કેશુભાઇ નાકરાણી અને કનુ પટેલ જેવા ધારાસભ્યોએ ભાજપના નેતૃત્વ સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી .કેશુભાઇ નાકરાણી છેલ્લા છ ટર્મ થી ભાજપ ની સીટ ને અકબંધ રાખવામાં સફળ રહ્યા છે સિહોર અને ગારીયાધારમાં તેઓ છેલ્લા ૨૮ વર્ષથી અજય છે. હવે તેમણે ભાજપની નેતાગીરી ને ચેલેન્જ કરી છે. બીજી તરફ કનુ પટેલ પણ આવો જ રાગ આલાપી રહ્યા છે. ત્યારે એવું કહેવાય ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાનો ને આંટો.

પક્ષપલટો કરનારા તમામ ધારાસભ્યો પોતાની સીટ ને સલામત માને છે .એટલા માટે કે તેઓએ રાજીનામા આપ્યા છે તેથી તે બધાની પેટા ચૂંટણી પણ લોકસભાની સાથે જ થઈ શકે એટલે કે એના મતદારોને બે બેલેટ મળે એક લોકસભા, અને વિધાનસભા જેથી તાજેતરની નરેન્દ્ર મોદીની વધેલી લોકપ્રિયતા નો લાભ લોકસભામાં મળી શકે તેમ છે . તેની સાથે વિધાનસભામાં પણ ચુટાવુ સહેલું પડે તેવું ગણિત દેખાઈ રહ્યું છે માટે આપ તમામ ધારાસભ્યો કૂદકો મારીને સત્તાની સુંવાળી ગાદી પર આળોટવા તલપાપડ બન્યા છે. આગામી દિવસોમાં હજુ કેટલીક વિકેટો પડવાની સંભાવના દેખાઈ રહી છે. ભાજપનું નેતૃત્વ વિધાનસભામાં પોતાના પક્ષને વધુ મજબૂત કરીને તેમની નેતાગીરીને કોઈ ધારાસભ્યનું બ્લેકમેલિંગ કે દબંગગીરી સહન કરવી પડે .આગામી દિવસોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કટ ટુ સાઈઝ કરવા ની કોશિશ થશે એવો અણસાર મળી રહ્યો છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓને કોઈ પણ ખુલ્લો પડકાર કરે તે વાત તેમને ક્યારેય મંજૂર નથી નીતિન પટેલની ખાતા માટેની ગુસ્તાખી તેમને ભારે પડી શકે તેમ છે આવતા દિવસોમાં સમય કેવો બદલાશે તે ત્યારે જ નક્કી થઈ શકે.

Previous articleધો-૧૦માં આકૃતિવાળા પ્રશ્નો વધુ હોવા છતાં વિજ્ઞાનનું પેપર સરળ
Next articleધોરણ-૧૦માં ગણિતમાં નબળા વિદ્યાર્થીઓ માટે સોનેરી સૂચનો (સ્માર્ટ ટીપ્સ)