ભાવનગર શહેરના ૮૧.૯ર ટકા બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

674

પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત આજે દેશભરની સાથો સાથ ભાવનગર શહેરમાં પણ પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરાયેલ જેમાં ૮૧.૯ર ટકા બાળકોને પોલીયોની રસીથી રક્ષીત કરાયા હતાં.

ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહરભરમાં પોલીયો રસીકરણનું આયોજન કરાયેલ જેનો પ્રારંભ રોટરી કલબ ખાતેથી કરવામાં આવેલ જેમાં મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ, કમિશ્નર એમ.એ. ગાંધી, આરોગ્ય અધિકારી ડો. આર.કે.સિંહા સહિત ઉપસ્થિત રહ્યા હતાં અને પાંચ વૃષ સુધીના બાળકોને પોલીયો વિરોધી રસીના ર ટીપા પીવડાવાયા હતાં.

ભાવનગર શહેરના તમામ વોર્ડોમાં તેમજ આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, આંગણવાડી કેન્દ્રો બુથ બનાવી રસીકરણ કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત શહેરના જાહેર સ્થળો, પછાત વિસ્તારો તેમજ ઔદ્યોગિક એકમો વાળા વિસ્તારોમાં મોબાઈલ ટીમ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. પરિણામે ભાવનગર શહેરમાં કુલ ૧,ર૧,ર૯ર બાળકો પૈકી ૯૯,ર૯ર બાળકોને રસી પીવડાવવાી પોલીયોથી રક્ષીત કરવામાં આવ્યા હતાં. હવે ઘરે -ઘરે જઈને બાકી રહેલા બાળકોને રસી પીવડાવવાની કામગીરી કરવામાં આવશે.

Previous articleભાવનગર-ઉધમપુર એકસપ્રેસ ટ્રેનનો સાંસદ ડો. શિયાળ દ્વારા પ્રારંભ કરાવાયો
Next articleનંદકુંવરબા કોલેજના મુખપત્ર સ્વયંમ-૯નું વિમોચન કરાયું