નંદકુંવરબા કોલેજના મુખપત્ર સ્વયંમ-૯નું વિમોચન કરાયું

666

ભાવનગર યુનિવર્સિટી સંલગન નંદકુંવરબા મહિલા કોલેજના મુખપત્ર સ્વયંમ નવમાં મણકાની વિમોચન વિધિ વિશ્વ મહિલા દિવસ-ઠ માર્ચે યશવંતરાય નાટયગૃહ ખાતે યોજવામાં આવી હતી.

નંદકુંવરબા કોલેજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કોલેજનું મુખપત્ર સ્વયંમ-૯નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સ્વ્યંમ-૯ મુખપત્રમાં વિદ્યાર્થીનીઓની સ્વરચિત કૃતીઓ તેમજ અધયાપકોના આર્ટીકલ અને નંદકુંવરબા મહિલા કોલેજમાં વૃષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિઓનો અહેવાલ અને આવનાર સમયમાં સંસ્થાના આયોજનની રૂપરેખાને આ સ્વયંમમાં આવરી લેવામાં આવેલ છે.

આ ઉપરાંત વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિ જેવી કે, એકેડેમીક, સ્પોર્ટસ, કલ્ચરલ, એનએસએસ, એનસીસીમાં જે વિદ્યાર્થીઓએ વિશીષ્ટ સિધ્ધિ હાંસલ કરી હોય તે તમામ વિદ્યાર્થીનીઆોને આ કાર્યક્રમમાં સન્માનીત કરવામાં આવ્યા હતાં.

આ વિમોચન વિધિમાં પ.પૂ. રામકૃષ્ણશાસ્ત્રી, મધુબેન મકવાણા, વકતુબેન મકવાણા, રાજેશ્રીબેન પરમાર, પ્રિતીબેન ગાંધીની વિશેષ ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.

Previous articleભાવનગર શહેરના ૮૧.૯ર ટકા બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા
Next articleઅમૃતસર પ્રદર્શનમાં કચ્છના ફોટાની પ્રસંશા