ન્યૂઝીલેન્ડ vs બાંગ્લાદેશ : માર્ટિન ક્રોનો રેકોર્ડ તોડ્‌યા બાદ રોસ ટેલરે માગી માફી

601

વેલિંગ્ટનઃ રોસ ટેલરે બાંગ્લાદેશ વિરુદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં ૨૦૦ રનની ઈનિંગ રમીને સ્વર્ગસ્થ માર્ટિન ક્રોની સદીની સંખ્યાને પાર કરી, ત્યારબાદ તેણે પોતાના મેન્ટર માટે પ્રાર્થના કરી અને માફી માગી હતી. ટેલરની આ ૧૮મી સદી છે, જેનાથી તેણે ક્રોના ૧૭ સદીના આંકડાને પાછળ છોડી દીધો હતો.

તેના કરિયરની આ ત્રીજી બેવડી સદી છે. આ બેટ્‌સમેને ક્રોની ભવિષ્યવાણી યોગ્ય સાબિત કરવાની પોતાની ઈચ્છા પૂરી કરી, જેમણે કહ્યું હતું કે, ટેલર એક દિવસ તેની સદીની સંખ્યાને પાછળ છોડી દેશે.

કેન્સરને કારણે ક્રોના નિધનના લગભગ બે વર્ષ બાદ ૨૦૧૭માં પોતાની ૧૭મી સદી ફટકારનાર ટેલરે કહ્યું, મેં હોગન (ક્રો)ને કહ્યું કે, મને માફ કરી દો મેં અહીં પહોંચવામાં આટલો સમય લીધો.

તેણે કહ્યું, જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું તો ૧૭ એટલી મોટી સંખ્યા હતા. ત્યાં પહોંચવું સંભવતઃ રાહત પહોંચાડનાર હતું અને ત્યારબાદ આશા પ્રમાણે ન રમી શક્યો. લગભગ આ મારા મગજમાં ચાલી રહ્યું હતું. ટેલરે આ ઈનિંગ દરમિયાન બેસિન રિઝર્વમાં સર્વાધિક રન બનાવવાનો ક્રોના રેકોર્ડને પણ તોડી દીધો હતો.

રોસ ટેલરની બેવડી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડે વરસાદથી પ્રભાવિત બીજી ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે જીત પરફ ડગલું માંડ્‌યું છે.

મેચના પ્રથમ બે દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા હતા. બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં ૨૧૧ રન બનાવી શકી, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે રોસ ટેલર (૨૦૦), હેનરી નિકોલ્સ (૧૦૭) અને કેપ્ટન કેન વિલિયમસન (૭૪)ની ઈનિંગની મદદથી છ વિકેટ પર ૪૩૨ રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો.

બાંગ્લાદેશે દિવસની રમત પૂર્ણ થયા સુધી બીજી ઈનિંગમાં ૩ વિકેટે ૮૦ રન બનાવ્યા છે. ટીમ હજુ પણ પ્રથમ ઈનિંગના આધાર પર ૧૪૧ રન પાછળ છે.

 

Previous articleભારતની મહિલા ક્રિકેટરોમાં ટેક્નિકલ કુશળતાનો જ અભાવ છે : કોચ રમન
Next articleચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે મેચ ફિક્સિંગ