મોદીએ નોટબંધીની જાહેરાત આરબીઆઈની મંજૂરી વગર કરી હતી..!!

555

નવેમ્બર ૨૦૧૬માં મોદી સરકારે નોટબંદીની જાહેરાત કરી હતી. હવે આ મામલે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંદીની જાહેરાત આરબીઆઈની મંજૂરી વગર કરી હતી.

એક આરટીઆઈ દ્વારા પ્રાપ્ય માહિતીને આધારે મીડિયા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં આ મહત્વનો ખુલાસો કરાયો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, આરબીઆઈ બોર્ડની બેઠક નોટબંદીની જાહેરાતથી ઠીક અઢી કલાક પહેલા સાંજે ૫ઃ૩૦ વાગ્યે કરવામાં આવી હતી, જેમાં બોર્ડની મંજૂરી વગર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંદીની જાહેરાત કરી દીધી હતી. રિપોર્ટ મુજબ બોર્ડે ૧૬ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી, જેનો અર્થ થાય છે કે, નોટબંદીની જાહેરાત કર્યાના ૩૮ દિવસ પછી આરબીઆઈએ મંજૂરીપત્ર મોકલ્યો હતો.

આરટીઆઈ દ્વારા પ્રાપ્ય આ માહિતીમાં કેટલાક અન્ય ખુલાસા પણ સામેલ છે જે સંભવત લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરકાર માટે સમસ્યા બની રહે. માહિતી મુજબ નાણા મંત્રાલયના પ્રસ્તાવની ઘણી બધી બાબતો સાથેઆરબીઆઈ બોર્ડ સંમત ન હતું. નાણા મંત્રાલય મુજબ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ૭૬% અને ૧૦૯ %ના દરે વધી રહ્યા હતા, જ્યારે અર્થવ્યવસ્થા ૩૦ %ટકાથી વધી રહી હતી. આ મામલે આરબીઆઈનું માનવું હતું કે, કાળુ નાણુ રોકડમાં નહી પરંતુ સોના અને પ્રોપર્ટીના રુપે વધારે છે, જેના કારણે નોટબંદીની અસર તેની પર ઓછી થશે. બોર્ડનું માનવું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા પર નોટબંદી વિપરીત અસર પડશે.

આરટીઆઈ દ્વારા મળેલ આ માહિતી ઉજાગર કર્યા પછી નોટબંદી મામલે ફરી સવાલો ઉભા થઇ રહ્યા છે અને મોદી સરકાર નોટબંદીને મહત્વનું પગલુ દર્શાવતા દાવો કરી રહી છે કે, નોટબંદીથી કાળુ નાણુ અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. આ દરમિયાન ખાસ વાત એ પણ છે કે, સરકાર અને ઇમ્ૈં વચ્ચેના મતભેદો પણ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણી માટે નોટબંદી મહત્વનો મુદ્દો બની રહ્યો છે, પરંતુ ઇ્‌ૈંના ખુલાસા પછી મોદી સરકાર ફરી એકવાર સવાલોથી ઘેરાયેલ જોવા મળી રહી છે. વિપક્ષનું માનવું છે કે, નોટબંદીથી લઘુ ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર પડી છે અને દેશનો વિકાસ દર પર ઓછો થયો છે.

Previous articleબ્લેક મની : ચંદામામાના માલિકો સામે ઉંડી તપાસ
Next articleપુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મુદસ્સિર ખાનને ઠાર કરી દેવાયો