મહાગઠબંધનને મોટો ઝટકો : બસપા કોઇ પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરેઃ માયાવતી

495

બહૂજન સમાજ પાર્ટીએ કોઇપણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાની જાહેરાત કરી છે. મ્જીઁ પ્રમુખ માયાવતીએ સ્પષ્ટતા કરી છે કે, તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી માટે કોઇ પણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરશે. મ્જીઁ તરફથી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય સ્તરની બેઠક બાદ પ્રેસ રિલીઝમાં આ જાણકારી આપવામાં આવી કે, મીટિંગમાં દરેક રાજ્યોના પાર્ટી પ્રમુખ અને સિનિયર પદાધિકારીઓ સાથે પહેલા અલગ-અલગ અને બાદમં એકસાથે બેઠક કરી ચૂંટણીની તૈયારીઓ, ઉમેદવારોની પસંદગી અને તેમના સંબંધિત પ્રદેશોની હાલની સ્થિતી પર વિચાર કરી આગળની રણનીતિ બનાવી છે.

બેઠકમાં ફરી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે, બસપા કોઇ પણ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી સાથે કોઇ પણ પ્રકારની ચૂંટણી સમજૂતી અથવા તાલમેલ કરી આ ચૂંટણી નહી લડે. પ્રેસ રિલિઝ મુજબ માયાવતીએ જણાવ્યું કે, બસપા અને સપા ગઠબંધન બંન્ને તરફથી પરસ્પર સમ્માન અને પૂર્ણ નેક-નિયતી સાથે કામ કરી રહી છે અને ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ તથા મધ્યપ્રદેશમાં આ ફાસ્ટ અને પરફેક્ટ અલાયન્સ માનવામાં આવી રહ્યું છે.

Previous articleરાકેશ અસ્થાનાએ મને ધમકી આપી હતી કે મારું જીવન નર્ક બનાવી દેશે : ક્રિશ્ચિયન
Next articleકોંગ્રેસની સંસ્કૃતિ ગાંધીજીની વિચારધારાની વિરુદ્ધ : મોદી