ગઠબંધન અને પ્રિયંકાની કોઈ પણ અસર દેખાશે નહીં : યોગી

458

લોકસભા ચુંટણીથી પહેલા પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી અને સપા-બસપા ગઠબંધનની ભાજપના દેખાવ ઉપર કોઈ અસર થશે નહીં. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે આ મુજબની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી. એક મુલાકાતમાં યોગીએ કહ્યું હતું કે ગઠબંધન માત્ર દેખાવ પુરતા સમાન છે. ગઠબંધનને લઈને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. ગઠબંધન પહેલાથી જ વિવાદના ઘેરામાં છે. તેની કોઈ અસર થનાર નથી. લોકસભાની ચુંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ યોગીએ પ્રથમ ઈન્ટરવ્યું આપ્યો હતો. જેમાં લોકસભા ચુંટણીને લઈને યોગીએ સ્પષ્ટ વાત કરી હતી. લોકસભા ચુંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પ્રથમ વખત જોડાણ કરી રહ્યા છે.

જ્યારે ચુંટણીથી પહેલા પ્રિયંકાને રાજનીતિમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબમાં યોગીએ કહ્યું હતું કે પ્રિયંકા વાઢેરાને મહાસચિવ બનાવવાનો મામલો કોંગ્રેસનો આંતરિક મામલો છે. આ પહેલા પણ પ્રિયંકા વાઢેરા કોંગ્રેસ તરફથી રેલી કરતા રહ્યા છે. તેની કોઈ અસર ભાજપ પર થનાર નથી. ગઠબંધન અંગે યોગીએ કહ્યું હતું કે  ગઠબંધન માત્ર દેખાવા પુરતા છે. યોગીએ રામ મંદિર અને ગૌહત્યા જેવા મુદ્દાઓ પર તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. લોકસભા ચુંટણીને ધ્યાનમાં લઈને જાન્યુઆરી મહિનામાં પ્રિયંકા વાઢેરા સક્રિય થઈ હતી. રાહુલ ગાંધીએ તેમને પાર્ટી મહાસચિવ બનાવી દીધા છે. ઉત્તરપ્રદેશમાં પૂર્વની જવાબદારી તેમને સોંપવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા આ વખતે એક સાથે મળને ચુંટણી લડનાર છે. રાજ્યમાં સમાજવાદી પાર્ટી ૩૭ અને બહુજન સમાજ પાર્ટી ૩૮ સીટ પર ચુંટણી લડી રહી છે. આરએલડીને ત્રણ સીટો આપવામાં આવી છે. જ્યારે રાયબરેલી અને અમેઠી લોકસભા બેઠકો કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે.

Previous articleમસૂદ અઝહરને વૈશ્વિક આતંકી મુદ્દે ચીનને મનાવવામાં લાગ્યા અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન
Next articleશિવસેના-ભાજપનું ગઠબંધન ફેવિકોલનું જોડાણ છેઃ ફડણવીસ