આપણે, આપણા સહુની સાથે અંતર્ગત રામવાડી દ્વારા હેપ્પી ઈવનીંગ યોજાઈ

716
bhav1-1-2018-7.jpg

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસેહ બ્રાહ્મણ જ્ઞાતિ-રામવાડી દ્વારા ૩૧ ડિસેમ્બર, વિદાય લેતા વર્ષનો આ છેલ્લો દિવસ યાદગાર બને, સહુ પરિવાર એક સાથે રહી ખરો આનંદ માણે, ખેલકૂદ કરી બાળકો ટીવી મોબાઈલથી દુર થઈ મજા માણે તો મોટેરાઓ પણ પોતાના બાળપણ-યુવાનીને યાદ કરે તે માટે હેપી ઈવનીંગ આપણે સાથે-આપણા સહુની સાથે કાર્યક્રમનું આયોજન થયું હતું.
૭૦થી વધુ બાળકોએ સંગીત ખુરશી, લીંબુ ચમચી લંગડી દોડ જેવી રમતોમાં ભાગ લીધો હતો. ધો.૩ થી ૧ર સુધીના બાળકોના આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ધો.૩ થી ૧ર સુધીના બાળકોના આ રમતોત્સવમાં વિજેતાઓને ઈનામો તથા તમામને નાસ્તો રામવાડી દ્વારા અપાયો હતો. આ હેપી ઈવનીંગમાં મોટેરાઓ કે જેમાં રપ થી શરૂ કરી ૬પ વર્ષની વયના સામેલ હતા. તેમણે પણ સંગીત ખુરશીની મજા માણી હતી અને હાઉસીંગની રમત દ્વારા આનંદ માણ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવામાં જયેશભાઈ દવે, અજયભાઈ ભટ્ટ, અજય પંડયા, કિરીટ પંડયા, શૈલેષ વ્યાસ સહિત સમગ્ર કમિટી તથા રામવાડીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Previous article થોળ તળાવ છલકાયું વિદેશી પક્ષીઓથી, મનોરમ્ય વાતાવરણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
Next article ડીજેના સંગીત સથવારે અને આતશબાજીની ધુમ વચ્ચે ૨૦૧૮નો આરંભ