ડીજેના સંગીત સથવારે અને આતશબાજીની ધુમ વચ્ચે ૨૦૧૮નો આરંભ

910
bhav1-1-2018-6.jpg

ભાવનગરની જનતાએ ૩૧ ડિસેમ્બર વર્ષ ૨૦૧૭ના અંતિમ દિનને ભારે ઉત્સાહભેર ઉજવણી કરી મધરાત્રે બરાબર ૧૨ના ટકોરે ગીત સંગીત ફટાકડા કેક મિઠાઈ સાથે ૨૦૧૮ને આવકાર્યુ હતું.
ઉત્સવ ુપ્રિય ભાવેણાવાસીઓ વાર તહેવાર કે વર્ષના એક પણ પર્વની ઉજવણી ન કરે તે વાત અશક્ય છે છેલ્લા કેટલાક વર્ષોથી બેસતા વર્ષની જેમ અંગ્રેજી વર્ષની પણ ભારે ધૂમધામ સાથે ઉજવણીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે આધુનિક યુગની રંગબેરંગી ઝાકમઝોળ વચ્ચે ભાવેણામાં મહાનગરની રંગારંગ રોનકનો અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બર હોય સાથે રવિવારની રજા હોય ઉત્સવમાં બેવડી ખુશીનો સમાવેશ થયો હતો આજના દિવસની આબાલ, વૃધ્ધ સૌ કોઈએ ઉજવણી કરી હતી પરંતુ યુવાધન ૩૧ ડિસેમ્બરને લઈને હિલોળે ચડ્યુ હતું. શહેરની અનેક હોટલો પાર્ટી પ્લોટ તથા જાહેર સ્થળો પર ડીજેનું સંગીત કેકની લીજ્જત સાથે નવ ુવાન યુવક યુવતીઓ મોટી સંખ્યામાં એકઠા થયા અને ખાણી પીણી સાથે ડાન્સની મસ્તીમાં બરાબર ઝુમી ઉઠ્યા હતા શહેરના પોષ વિસ્તારોમાં આવેલ વૈભવી સોસાયટીઓ ફલેટમાં પણ પરિવારોએ સાથે મળી નવા વર્ષની ઉજવણી કરી હતી.
આ સાથે રાત્રે ૧૨ના ટકોરે શહેરના આકાશમાં રંગબેરંગી ફટાકડાની આતશબાઝીથી સુંદર નઝારો સર્જાયો હતો રીસોર્ટ પાર્ટી પ્લોટોમાં સંગીતના ધૂમ ધડામ વચ્ચે યુવાઓનુ હૈયે હૈયુ દળાય તેવી મેદની જામી હતી. શહેરના ઈસ્કોન, હિમાલય મોલ, ઘોઘાસર્કલ રૂપાણી સહિતના સ્થળો પર રોડ ટ્રાફીક જામ સર્જાયો હતો લોકોએ મોટા પ્રમાણમાં કેક, મિઠાઈની ખરીદી કરી અરસ પરસ મો મિઠા કરાવ્યા હતા. તો બીજી તરફ સાંન્તા ક્લોઝ જો કરો એ બાળકોનું ભરપૂર મનોરંજન કર્યુ હતું.

Previous articleઆપણે, આપણા સહુની સાથે અંતર્ગત રામવાડી દ્વારા હેપ્પી ઈવનીંગ યોજાઈ
Next article સમસ્ત બ્રહ્મસમાજનું જીવનસાથી પસંદગી સંમેલન સુપેરે સંપન્ન