ભકત દાસારામ બાપુની કાલે જન્મજયંતિ ઉજવાશે

778
bvn1812018-7.jpg

સગર જ્ઞાતીના સંત શિરોમણી ભકત દાસારામ બાપુની ૩૭૮મી જન્મજયંતિ મહાસુદ બીજના દિવસે તા. ૧૯-૧-ર૦૧૮ને શુક્રવારે શ્રધ્ધા અને ભાવપુર્વક ઉજવવામાં આવશે. તેમના જન્મ સ્થળ બાલાગામ ઉપરાંત ઉપલેટ, જુનાગઢ, જારેળા, અમદાવાદ, સાવરકુંડલા, મહુવા, તળાજા, ભાવનગર સહિતના સ્થળે ઉજવવામાં આવશે, તેમ ભાવનગર સગર જ્ઞાતીના પ્રમુખ નટુભાઈ એમ. સગર દ્વારા જણાવવામાં આવેલ છે. વધુમાં તેઓએ જણાવેલ છે કે બીજના દિવસે લક્ષ્મણજી મંદિર વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે સાંજે પ-૩૦ કલાકે બટુક ભોજન રાખવામાં આવેલ છે. દાસારામ બાપુએ સવંત ૧૬૯૬ના મહાસુદ બીજના દિવસે આવતાર ધારણ કરેલ હતો અને સંવંત ૧૮૦પના અષાઢ સુદ બીજના દિવસે જળસમાધી લીધેલ હતી. ઉજવણીમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.