રાજેન્દ્રપ્રસાદ ભટ્ટના વ્યાસાસને પ્રિતમ પારાયણ કથા સંપન્ન

876
bvn1812018-6.jpg

તાજેતરમાં સંદેસર (આણંદ) ખાતે સમસ્ત ગામ અને એનઆરઆઈ આયોજીત કથા જગતમાં સૌપ્રથમવાર ‘પ્રતિમ પારાયણ’નું પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટના વ્યાસાસને વિશાળ ભકત સમુદાયની હાજરીમાં સંપન્ન થઈ. કથા પછી બપોરના સત્રમાં હસુભાઈ યાજ્ઞીક, પ્રશાંત પટેલ, સ્વામિ સચ્ચિદાનંદ (દંતાલી) અને સ્થાનિક કલેકટરની હાજરીમાં વકતાઓના ઉદ્દભોધનમાં કથા યોજાઈ હતી. દરરોજ કથા પછી સાહિત્ય જગતના વકતવ્યો દ્વારા પ્રિતમ સાહેબના જીવન-કવન વિશે વિસ્તૃત ચર્ચા થતી હતી. પૂ. શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદજી ભટ્ટએ જણાવ્યું હતું કે પ્રિતમ સ્વામી કથાકાર, સંત અને સાંપ્રતકાળમાં સમાજની સમસ્યાઓનું સાચું સમાધાન કરનારા ક્રાંતિકારી મહાપુરૂષ હતાં. સમગ્ર કથાના આયોજનમાં અમેરિકાથી આવેલા પ્રભુદાસભાઈએ સારી જહેમત ઉઠાવી હતી. 

Previous articleબારોટ સમાજને રાજ્ય સરકાર દ્વારા લાભો આપવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
Next articleભકત દાસારામ બાપુની કાલે જન્મજયંતિ ઉજવાશે