ઈંગ્લીશ દારૂના બે ગુન્હામાં ફરાર બુટલેગરને ઝડપી લીધો

646
bvn1812018-1.jpg

શહેરના કરચલીયાપરામાં રહેતો બુટલેગર જે ઘોઘા પોલીસ અને એલસીબી ટીમે પકડેલ ઈંગ્લીશ દારૂના ગુન્હામાં ફરાર હોય જેને જુના બંદર રોડ પરથી એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને બાતમી આધારે ઘોઘા પોલીસ સ્ટેશનના પોહી. કલમ ૬૫એ, ઇ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી સતીષભાઇ શામજીભાઇ ગોહિલ રહે. કરચલીયાપરા, સીદીની આંબલી પાસે ભાવનગરવાળાને  જુના બંદરરોડ વૈશાલી સિનેમા પાસેથી ઝડપી પાડેલ છે. આરોપી ઉપરોક્ત ગુન્હામાં ત્રણ વર્ષથી ભાગતો ફરતો હતો આ ઉપરાંત થોડા સમય પહેલા એલ.સી.બી. પોલીસે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન હદમાંથી અંદાજે ૪૨૫ પેટીનો ઇંગ્લીશ દારૂનો કેસ કરેલ તે કેસ વેળાવદર ભાલ પો.સ્ટે.માં પ્રોહી કલમ ૬૫એ,ઇ મુજબના કામે પણ મજકુર આરોપીનું નામ ખુલવા પામેલ હતું જે ગુન્હામાં પણ આરોપી ભાગતો ફરતો હતો પકડાયેલ આરોપી બુટલેગર્સ અને અગાઉ તેના ઉપર ચાર વખત પાસા કેસ થયેલ છે.  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી એ.એસ.આઇ. જીપીજાની તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા, નિતીનભાઇ ખટાણા તથા રાજદીપસિંહ ગોહીલ, બાવકુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleભકત દાસારામ બાપુની કાલે જન્મજયંતિ ઉજવાશે
Next articleપાલિતાણા જામવાળી-૧ ખાતે જન સંપર્ક અભિયાન અંતર્ગત માહિતી કાર્યક્રમ યોજાયો