સિહોર તાલુકાના પાંચ ગામોમાં વિજળી પડી

1102
bvn1382017-1.jpg

ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં આજે અચાનક પલ્ટાયેલા વાતાવરણ અને ભારે પવન સાથે વિજળી પડવાના અલગ-અલગ પાંચ ગામોમાં બનાવો બન્યા હતા. જેમાં બે બળદ, એક ભેંસ તથા બે નિલગાયના મોત નિપજ્યા હતા. જ્યારે સરકડીયા ગામે વિજળી પડતા એક યુવાન ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
સિહોર અને પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક સ્થળોએ વરસાદ પણ વરસ્યો હતો અને બે અલગ અલગ ગામો દેવગાણા અને જાંબાળા ગામેં વાડી વિસ્તારના સ્થળો પર વીજળી પડવાના બનાવ બન્યા છે જેમાં ત્રણ પશુ મોતને ભેટ્યા છે સિહોર તાલુકાના દેવગાણા ગામે આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જ્યારે વીજળી પડવાની ઘટના બની હતી દેવગાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચૌહાણ દીપસંગભાઈ હમલભાઈની વાડીમાં વીજળી પડી હતી જ્યાં વાડીમાં બાંધીને રાખેલા બે બળદોના મોત થયા હતા જેમની કિંમત આશરે એસી હજ્જાર થવા પામે છે આ ઘટનાની જાણ તંત્ર વિભાગને કરાઈ હતી જ્યારે બીજો અન્ય બનાવ જાબાળા ગામે રહેતા નાથાભાઈ જીણાભાઈની વાડી વિસ્તારમાં વીજળી પડતા ભેંશનું મોત થવા પામ્યું હતું જેની કિંમત આશરે એકાદ લાખ થવા પામે છે તેમજ બોરડી ગામે વાડી વિસ્તારમાં વિજળી પડતાં સદ્દનસીબે કોઈ જાનહાની કે નુકશાન થયેલ નથી.  આ ઉપરાંત સિહોર તાલુકાના સરકડીયા ગામે યુવાન પર વિજળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે અગિયાળી ગામે ડુંગર વિસ્તારમાં કડાકા સાથે વિજળી પડતા બે નિલગાયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આમ, પલ્ટાયેલા વાતાવરણ વચ્ચે સિહોર પંથકના પાંચ ગામોમાં વિજળી પડવાના બનાવો બનતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.