સૌરાષ્ટ્રની પાંચ બોટ અને ૩૦ માછીમારોનું પાકે. કર્યું અપહરણ

903
guj322018-5.jpg

અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાનની આઇએમબીએલ પર એક-બીજા દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે ચાલી રહેલ ‘માછીમારી બોટ’ ના પકડા-પકડીના ખેલ વચ્ચે પાકિસ્તાન મરીન એજન્સી વધુ પાંચ ભારતીય માચ્છીમારી બોટ સાથે ૩૦ માછીમારોને બંધક બનાવી લઇ ગઇ છે. આ તમામ બોટ દિવ, ઉના, કોડીનાર અને પોરબંદરના હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ અરબી સમુદ્રની નકકી કરાયેલ આઇએમબીએલ (સમુદ્રી જળ સીમા) એ બન્ને દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે બન્ને દેશના માચ્છીમારો અવાર-નવાર એકબીજા દેશની આ જ એજન્સીઓના હાથે ચડી જતા હોય છે. દેશની સુરક્ષાની દ્રષ્ટીએ પણ અતિ મહત્વના આ સમુદ્રી જળ સીમા પર ચોકકસ પ્રમાણે નકકી નહીં થતા એક-બીજા દેશના માછીમારો ક્યારે શરહદ ઓળંગી જાય છે તેની ખુદને ખબર રહેતી નથી. આજે સવારે આઇએમબીએલ નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરતી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ પાંચ ભારતીય બોટને બંધક બનાવી દીધી હતી અને આ પાંચેય બોટના ૩૦ માછીમારોને પણ પાકિસ્તાન તરફ લઇ જવામાં આવ્યા હતાં. પોરબંદર, કોડીનાર, વેરાવળ પંથકના આ માછીમારો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. સૌરાષ્ટ્રની વધુ પાંચ બોટ સાથે ૩૦ માછીમારોના અપહરણને પગલે દરિયાઈ વિસ્તારમાં ચકચાર મચી છે અને પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતા બોટ અને માછીમારોના અપહરણને પગલે દરિયાઈ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Previous articleલીંકસ્પાનના જોડાણ બાદ ઘોઘા-દહેજ ફેરી સર્વિસ શરૂ
Next articleઉચ્ચ અભ્યાસ માટે ૫ લાખની મદદ સરકાર આપશે : રૂપાણી