ઉચ્ચ અભ્યાસ માટે ૫ લાખની મદદ સરકાર આપશે : રૂપાણી

1100
guj322018-4.jpg

મુખ્યમંત્રી વિય રૂપાણીે રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતિ નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહતવપૂર્ણ જાહેરાત કરી છે. આ સંદર્ભમાં મુખઅયમંત્રીએ જણઆવ્યું છે કે, જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ વિધવા માતાના સંતાનો દિવ્યાગો તેમજ સેના-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ રૂપિયા પાંચ લાખની સહાય રાજ્ય સરકાર આપશે. આવી ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેનો પ્રતિ વર્ષ લાભ મળશે તેમ તેમણે જાહેર કર્યું હતું. મુખ્યમંત્રીએ અમદાવાદ યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ આયોજિત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો પ્રારં કરાવ્યો હતો. આ ત્રિદિવસીય ફેરમાં ૮૪ હજાર ઉપરાંત યુવા વિદ્યાર્થીઓ કારકીર્દી ઘડતર વિષયક માર્ગદર્શન મેળવશે. વિજય રૂપાણીએ આ એજ્યુકેશન ફેરને ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમી યુવાશક્તિ માટે શિક્ષણ-કારકીર્દી ઘડતરનું સમુદ્ર મહામંથન અવસર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, કારકીર્દી નિર્માણનો મહત્વનો સ્તંભ શિક્ષણ છે અને ૧૦માં ૧૨માં ધોરણથી જ  આજનો યુવાન કારકિર્દી વિશે ગંભીરતાથી વિચારતો થઇ ગયો છે. વાલીઓની પણ જે સમયાનુકુલ ચિંતા પોતાના સંતાનના ભવિષ્યની કારકિર્દીની છે તેમાં રાજ્ય સરકાર આવા એજ્યુકેશન ફેર યોજીને પુરક બનીને ઉભી છે. મુખ્યમંત્રીએ સી ફોર કોલેજ સાથે હવે સી ફોર કેરિયરનો સમય પણ છે તેની પ્રેરણા આપતા કહ્યું કે, યુવાશક્તિમાં સ્કીલ-વીલ-ઝિલ ત્રણેય પડેલા છે તેને યોગ્ય દિશાદર્શન આપી મંજિલ સુધી પહોંચાડવાનું કામ આવા ફેર થકી સરકાર કરી રહી છે. વિજય રૂપાણીએ યુવાશક્તિને વૈશ્વિકરણ અને સ્પર્ધાત્મકતાના આ યુગમાં આધુનિક પ્રવાહો સ્કીલ ડેવલપમેન્ટ અને ઇનોવેશન્સ સાથે કદમ મિલાવવાની આવશ્યકતા સમજાવી હતી. તેમણે ગુજરાતના યુવા વિદ્યાર્થીઓને આવડત કૌશલ્ય જ્ઞાનનો વિશ્વામિત્ર બની પોતાના જ્ઞાન સામર્થ્યથી વિશ્વ મિત્ર બનવા કમર કસે તેવું પ્રેરણા આહવાન કર્યું હતું.  મુખ્યમંત્રીએ યુવાશક્તિ માટે જ્ઞાન સંપદાના અનેક અવસરોને સ્કાય ઇઝ દ લિમિટ ગણાવતા ઉમેર્યું હતું કે, ટિચિંગ હેઝ લિમિટ-લર્નિંગ હેઝ નોટ શિક્ષણની મર્યાદા હોય છે પરંતુ શીખવાની કોઇ મર્યાદા નથી. તેમણે યુવા પેઢીને મેડિકલ, ઇજનેરી, પેરા મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં સેલ્ફ ફાયનાન્સ ઇન્સ્ટીટ્યુટની ફીમાં જરૂરતમંદ યુવાનોની ૫૦ ટકા ફી રાજ્ય સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તહેત આપે છે તેની વિશેષતા આપતા ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દર વર્ષ આ માટે ૮૦૦ કરોડ રૂપિયાની સહાય પુરી પાડે છે.

Previous articleસૌરાષ્ટ્રની પાંચ બોટ અને ૩૦ માછીમારોનું પાકે. કર્યું અપહરણ
Next articleસાદરાની ગુજરાત વિદ્યાપીઠમાં આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ કાર્યક્રમ યોજાયો