સમસ્ત બ્રહ્મસમાજનું જીવનસાથી પસંદગી સંમેલન સુપેરે સંપન્ન

783
bhav1-1-2018-4.jpg

ગુજરાત બ્રહ્મશક્તિ સોશ્યલ ગ્રુપ દ્વારા પાંચમું સમસ્ત બ્રહ્મસમાજનું જીવનસાથી પસંદગી સંમેલન યોજાઈ ગયું. ૩રપથી વધુ યુવક-યુવતીઓએ લીધેલ લાભ લાકડીયા આશ્રમના મહંત હરનાથજીબાપુએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભ પ્રારંભ કરાવેલ. કુમાર પ્રા. શાળાના વિદ્યાર્થી ભવ્ય મહેતાએ ગણેશ સ્તુતિનું ગાન કર્યુ હતું.
ભાવનગરમાં આવેલ કપોળ જ્ઞાતિની વાડીમાં આજરોજ ગુજરાત બ્રહ્મશક્તિ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાયેલ પાંચમો પસંદગી સંમેેલનમાં ૩રપથી વધુ યુવક-યુવતીઓએ જોડાઈને પસંદગી માટે ચર્ચાઓ કરી જીવનસાથી બાબતે નિર્ણયો કર્યા હતા. આ કાર્યક્રમમાં નાગરિક બેંકના મહેન્દ્રભાઈ બારૈયા, જીતુભાઈ ઉપાધ્યાય, અશોકભાઈ પંડયા, ચંદ્રકાંતભાઈ બારૈયા, વ્યાસભાઈ સહિતના બ્રહ્મસમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓએ હાજરી આપી હતી અને પ્રાસંગિક પ્રવચન આપી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે દાતાઓનું સન્માન કરાયેલ. સંમેલનના મુખ્ય આયોજક સુરેશભાઈ દવેએ સૌનું સ્વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ દામનગરના અતુલ શુક્લે વ્યક્ત કરેલ.

Previous article ડીજેના સંગીત સથવારે અને આતશબાજીની ધુમ વચ્ચે ૨૦૧૮નો આરંભ
Next article ઘાંઘળી પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત : રના મોત, ૧ ગંભીર