ઘાંઘળી પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત : રના મોત, ૧ ગંભીર

794
bhav1-1-2018-3.jpg

ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામ પાસે સવારના સુમારે કાર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલ ભાવનગર-વલ્લભીપુર રોડ પર આવેલ ઘાંઘળી ગામ નજીકના વળાંક-બેઠા પુલ પાસે છાશવારે અકસ્માતો સર્જાય છે. સાંકડો તથા ખરાબ રોડ ઉપરાંત ર૪ કલાક હેવી ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર આજે સવારે બાઈક નં.જીજે૪સીએમ ૭રર૯ તથા કાર નં.જીજે૧ આરએક્સ ૩૭૯૬ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઈક નાળામાં ઉતરી જવા સાથે કાર રોડ પર પલ્ટી ખાઈ જતા શહેરના સરીતા સોસાયટીમાં રહેતા સાગર માવજીભાઈ સાકરીયા પટેલનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ૧૭ વર્ષિય સગીર પાર્થ રમેશભાઈ કુકડીયા રે.સરીતા સોસાયટી શેરી નં.૩ ભાવનગરવાળાને ગંભીર હાલતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખેસડવામાં આવેલ. જ્યાં તેણે સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. આ બનાવમાં એક યુવાનની સ્થિતિ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીેસે ઘટનાસ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous article સમસ્ત બ્રહ્મસમાજનું જીવનસાથી પસંદગી સંમેલન સુપેરે સંપન્ન
Next article વસ્ત્રદાન સાથે ૩૧ ડિસેમ્બરની ઉજવણી