ટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો

553

વિદેશી મૂડીરકાણકારોએ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૧૪૨૬૪૩.૨ કરોડનો સંયુક્તરીતે ધારો થયો છે. આરઆઈએલ અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાય છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૧૩૫૩ પોઇન્ટનો ઉલ્લેખનીય ઉછાળો નોંધાયો તો. આની સાથે જ સેંસેક્સ ૩૮૦૨૪ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં તેજી નોંધાયા બાદ ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન વધારો થયો હતો. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો તેમાં આરઆઈએલ, ટીસીએસ, એચડીએફસી બેંક, એચડીએફસી, ઇન્ફોસીસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે જ્યારે એચયુએલ અને આઈટીસીની માર્ટ મૂડીમાં ઘટાડો થયો હતો. આરઆઈએલની માર્કેટ મૂડી આ ગાળામાં ૩૫૫૦૦.૨૧ કરોડ વધીને ૮૩૮૩૫૫.૬૫ કરોડ થઇ ગઇ હતી જ્યારે એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી ક્રમશઃ ૩૩૭૨૪.૯૩ કરોડ અને ૧૬૬૭૬.૨૨ કરોડ વધીને નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૨૭૭૨.૩૨ કરોડ વધી ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે જ્યારે ટીસીએસ બીજા ક્રમાંક ઉપર છે.

Previous articleFPI દ્વારા માર્ચ મહિનામાં ૨૦,૪૦૦ કરોડનું રોકાણ
Next articleઇન્ડોનેશિયાના પાપુઆમાં પૂરે વિનાશ વેર્યોઃ ૫૦થી વધુના મોત