રાણપુરમાં ખુંટીયાને હડકવા ઉપડતા બે દિવસમાં દસ લોકોને હડફેટે લીધા

1783

બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા બે દિવસથી રખડતો ખુંટીયા ને હડકવા ઉપડતા રાણપુર શહેરના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો આ ખુંટીયાએ રાણપુરના અલગ-અલગ વિસ્તારના દસ કરતા વધુ લોકોને હડફેટે લીધા હતા અને આ ખુંટીયો રીતસર લોકોની પાછળ પડતો હતો જેમાં કેટલાક લોકો ને સામાન્ય ઈજાઓ અને બે ત્રણ લોકોને તો ગંભીર ઈજાઓ થઈ હતી.ત્યારે રાણપુર માલધારી સમાજના ગૌ પ્રેમીઓ જેશાભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, કમાભાઈ પરમાર અને રાજુભાઈ દ્વારા આ ખુંટીયાને મહા મુશીબતે જીવના જોખમે પકડવામાં આવ્યો હતો અને સરકારી પશુ દવાખાના ના ડોક્ટર ને આ બાબતે જાણ કરવામાં આવી અને તેમણે જણાવ્યુ કે અમારી પાસે આનો કોઈ ઈલાજ નથી.ત્યારબાદ રાણપુરના સરપંચને જાણ કરી તો સરપંચ દ્વારા કહેવામાં આવ્યુ કે હડકાયા ખુંટીયાને રાણપુર ગ્રામ પંચાયતના મેદાનમાં બાંધી દો ત્યારે માલધારી સમાજના ગૌ પ્રેમીઓએ આ ખુંટીયાને પંચાયતના મેદાનમાં બાંધી દેવામાં આવ્યો છે આ બાબતે ગૌ પ્રેમી જેશાભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે હડકવા ઉપડેલા ખુંટીયાને ગ્રામ પંચાયત માં બાંધી દેવામાં આવ્યો છે ખુંટીયાની હાલત જોતા એક-બે દિવસમાં તેનુ મૃત્યુ થઈ શકે છે અને મૃત્યુ થયા બાદ અન્ય કોઈ પશુ કે પ્રાણીઓને ચેપ નો લાગે તેથી ગામ બહાર જે.સી.બી. મશીન થી ખાડો કરીને ખુંટીયાને દફનાવામાં આવશે.હડકવા ઉપડેલા ખુંટીયા ને ગૌ પ્રેમી ઓ દ્વારા પકડી લેતા રાણપુર ના લોકો ને હાશકારો થયો છે.

Previous articleશામળદાસ કોલેજનો ૧૩૪મો વાર્ષિક ઉત્સવ સુપેરે સંપન્ન
Next articleરાજુલામાં પ૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજને મંજુરી