રાજુલામાં પ૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજને મંજુરી

527

રાજુલાથી ડુંગર રોડના રેલવે ફાટકના ગંભીર પ્રશ્નની હિરાભાઈ સોલંકીની રજુઆતથી રૂપિયા પ૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ પ૦ ટકા રાજય પ૦ ટકા કેન્દ્ર સરકારની મંજુરી મોહર લાગી છે.

રાજુલા ડુંગર રોડ પર ફટાક પર ઓવરબ્રિજની વર્ષો જુની માંગણીનો ઉકેલ આવતા આનંદની લાગણી પ૦ કરોડના ખર્ચે ઓવર બ્રિજ મંજુર કરતું ભારત રેલવે મંત્રાલય અને ગુજરાત સરકાર.  ભાવનગર સોમનાથ ફોરટ્રેક ફાટક રાજુલા ડુંગર રોડ પર આવેલ ફાટક પર માલવાહક ટ્રેનોનો દિવસભર આવન જવાનના લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. ઈમરજન્સી કેસ વખતે ખાસ મુશ્કેલી પડી રહી હતી.

આ બાબતે યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીએ ભારત સરકાર રાજય સરકાર સમક્ષ રજુઆત કરતા બંનેના સહયોગથી પ૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજુર થતા રાહતની લાગણી જન્મી જવા પામી હતી. રાજુલા પંથકમાં ખુશીનો માહોલ  સર્જાયો હતો.

Previous articleરાણપુરમાં ખુંટીયાને હડકવા ઉપડતા બે દિવસમાં દસ લોકોને હડફેટે લીધા
Next articleવેરીફીકેશન માટે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાને માન્યતા : શંભુજી રાવ