પપ્પૂ બાદ હવે પપ્પી પણ આવી ગઇઃ મહેશ શર્માનું વિવાદિત નિવેદન

847

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય પક્ષોની વચ્ચે એકબીજા પર પ્રહારો ચાલુ છે. જ્યાં એક બાજુ ‘ચોકીદાર ચોર હૈ’ દૃજ ‘મેં ભી ચોકીદાર’ના નારા દ્વારા ભાજપ-કોંગ્રેસની વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ત્યાં આ પ્રહારોની વચ્ચે કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા એ કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. કંદરાબાદમાં આયોજીત એક જનસભામાં મહેશ શર્મા એ કહ્યું કે માયાવતી, અખિલેશ યાદવ, પપ્પૂ અને હવે તો પપ્પૂની પપ્પી (પ્રિયંકા ગાધી) પણ આવી ગઇ છે. પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી યુપીમાં આવી કથક અને કર્ણાટકના સીએમ ગીત ગાય તો તેમને કોણ સાંભળે? તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી.

સિકંદરાબાદમાં કેન્દ્રીય મંત્રી એ કહ્યું કે તે પપ્પૂ કહે છે હું પ્રધાનમંત્રી બનીશ. માયાવતી, અખિલેશ યાદવ, પપ્પૂ અને હવે પપ્પૂની પપ્પી પણ આવી ગઇ છે, તે પ્રિયંકા શું પહેલાં આપણા દેશની દીકરી નહોતી શું? શું કોંગ્રેસની દીકરી, સોનિયા પરિવારની દીકરી નહોતી, આગળ નહીં રહે શું? પહેલાં નહેરૂ, પછી રાજીવ ગાંધી, પછી સંજય ગાંધી, પછી પ્રિયંકા ગાંધીપઅને કોઇ હશે તો પણ તે ગાંધી’.

મહેશ શર્મા એ કહ્યું કે આ મજબૂત સરકાર ઇચ્છતા નથી, આ નબળી સરકાર ઇચ્છે છે. સાથો સાથ કહે છે કે અમે અમારા પપ્પૂનો સાથ લઇશું. પપ્પૂ તો પપ્પૂ જ રહ્યો બિચારો. એ દિવસે અમે પણ પાર્લામેન્ટમાં હતા, સામે મોદીજી બેઠા હતા. એક લાઇન પાછળ અમે પણ બેઠા હતા. શું આંખ મારી સાહેબ હું પણ પાછળ બેઠો હતો, હું પણ ઘાયલ થઇ ગયો.

Previous article૭ સીટોં છોડ્યાનો ભ્રમ ના ફેલાવો, કોંગ્રેસ સાથે કોઇ જ ગઠબંધન નહીંઃ માયાવતી
Next articleરાજૌરીમાં એલઓસી પર પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયર, ૧ જવાન શહીદ, ત્રણ જવાનો ઘાયલ