મનોહર પર્રિકર પંચમહાભૂતમાં વિલીન

476

સામાન્ય માણસના સીએમ તરીકે જાણીતા બનેલા ગોવાના દિવંગત મુખ્યપ્રધાન મનોહર પર્રિકરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી હતી. ગોવાની રાજધાની પણજીના જીછય્ ગ્રાઉન્ડ ખાતે પર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મનોહર પર્રિકરની અંતિમ વિદાયમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જ્યાં તેમના પુત્રએ તેમને મુખાગ્નિ આપી હતી. આ નિમિતે સામાન્ય જનતા અને રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ તેમનો પાર્થિવ દેહ સવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય લઈ જવાયો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્રિકરને શ્રદ્ધાંજલિ આપવા માટે પણજી પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદીએ પર્રિકરના અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કેનદ્રીય કેબિનેટમાં મનોહર પર્રિકરના નિધન પર શોક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠક દરમિયાન બે મિનિટનું મૌન પણ ધારણ કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમ દર્શન કરવા માટે પણજીના રસ્તાઓ પર જાણે માનવ મહેરામણ ઉમટ્યો  હતો.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય નેતાઓ પણ પર્રિકરને અંતિમ વિદાઇમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

નિધન બાદ તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલયથી કલા એકેડમી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સામાન્ય જનતાએ પર્રિકરના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલાં ૬૩ વર્ષીય પર્રિકરને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે સવારે ૧૧ કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. સમગ્ર દેશમાં એક દિવસનો શોક પાળવામાં આવશે. બીજી તરફ ગોવામાં સોમવારથી ૨૪મી સુધી સાત દિવસનો રાજકીય શોક પાળવામાં આવશે.

પારિકરના બે દીકરામાંથી એક એન્જિનિયર છે. જ્યારે બીજો દીકરો પોતાનો બિઝનેસ કરે છે. પારિકરના પત્નીનું ૨૦૦૦ની સાલમાં કેન્સરથી નિધન થયું હતું.

Previous articleરાજૌરીમાં એલઓસી પર પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયર, ૧ જવાન શહીદ, ત્રણ જવાનો ઘાયલ
Next articleસ્વાઈન ફ્લુથી વધુ ૩ ના મોત