૫૬ની છાતી રોજગાર આપવામાં કેમ નિષ્ફળ.?! : પ્રિયંકા ગાંધી

442

યુપી મિશન પર નીકળેલાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો મંગળવારે બીજો દિવસ હતો. પ્રિયંકા ગાંધી પોતાની યાત્રાના બીજા દિવસે મીરજાપુરના વિંધ્યાચલ ધામ અને મૌલાના ઇસ્માઇલ ચિશ્તીની દરગાહ પર માથું ટેકવ્યું હતું. મીરજાપુરમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને વિંધ્યાચલ મંદિરનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ પ્રિયંકા ગાંધીએ મૌલાના ઇસ્માઇલ ચિશ્તીની મજાર પર ચાદર ચઢાવી હતી.

પ્રિયંકાને જ્યારે પત્રકારોએ કહ્યું કે, યોગી સરકારે ૨ વર્ષનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ અંગે પ્રિયંકાએ કહ્યું કે તેઓ જમીન પર આવીને જૂએ કે સ્થિતી શું છે. આ રિપોર્ટ કાર્ડ પ્રચાર માટે જ સારુ છે પરંતુ જમની પર તેનું કોઈ અસ્તિત્વ નથી. હું રોજ લોકો સાથે મુલાકાત કરુ છું. ખેડૂત, યુવાવર્ગ, વિદ્યાર્થી, આંગણવાડી હોય કે આશાવર્કર કોઈને કંઈ પણ મળ્યું નથી. જે પ્રચાર કરવામાં આવે છે અને જે સાચ્ચે જ હોય છે તેમા આકાશ જમીનનો ફરક છે. જ્યાં સુધી ૭૦ વર્ષનું રટણ કરાઈ રહ્યું છે ,તો તમે પણ ૫ વર્ષથી સત્તામા છો, તમે શું કર્યું?સીતામઢીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તમે કહો છો કે તમે શક્તિમાન છો, તમે દિગ્ગજ નેતા છો, તમારી ૫૬ ઈંતની છાતી છે. તો રોજગાર કેમ નથી મળી રહ્યો? કારણ કે આ તેમની દુર્લભતા છે અને આ સરકાર પણ દુર્લભ છે. કોંગ્રેસ મહાસચિવે પુછ્યું કે પાંચ વર્ષમાં સરકારે શું કર્યું? કંઈ જ કર્યુ નથી. તેમણે ૭૦ વર્ષનાં મુદ્દા પર પણ મોદીને ઘેર્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, ૭૦ વર્ષનાં રટણનું પણ એક્સપાઈરી ડેટ હોય છે.

પ્રયાગરાજમાં ગંગા તટે સ્થિત પૌરાણિક સ્થળ સીતામઢી પહોંચ્યા બાદ પ્રિયંકાએ માછીમારો અને મહિલાઓ સાથે સંવાદ કર્યો. લોકશાહીમાં જનતાની તાકાત જણાવતાં અપીલ કરી કે દેશ અને બંધારણને બચાવવા માટે સમજી વિચારીને વોટ કરજો. પ્રિયંકાએ કહ્યું કે મેં અને મારા ભાઈએ ઘણો જ સંઘર્ષ જોયો છે. પિતા અને પરિવારના બલિદાનને જોયો છે. રાહુલને સત્તાનો શોખ નથી તે તમારી ભલાઈ ઈચ્છે છે.

પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનું આજે વારાણસી ખાતે સમાપન થશે. પ્રિયંકા ગાંધી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે જશે, પરંતુ વારાણસીમાં પ્રિયંકાના આગમન સામે અત્યારથી જ વિરોધ શરૂ થઇ ગયો છે. પ્રિયંકા કાશી પહોંચે તે પહેલાં તે ખ્રિસ્તી હોવાથી કાશી વિશ્વનાથ મંદિરમાં તેમના પ્રવેશ સામે વિરોધ શરૂ થઇ ગયો છે.

દરમિયાન સોમવારે પ્રયાગરાજથી પ્રિયંકા ગાંધીએ પોતાની બોટ યાત્રા શરૂ કરી હતી અને પ૦ કિ.મી.ના માર્ગમાં પ્રિયંકા ગાંધીએ કેટલાંય સ્થળોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. બોટ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધીને મળવા મોટી સંખ્યામાં લોકો ઘાટ પર ઊમટી પડયા હતા.

Previous articleદેશ પુલવામા હુમલાને ભૂલ્યું નથી અને કયારેય ભૂલશે પણ નહીંઃ અજીત ડોભાલ
Next articleમાયાવતીનો પીએમ મોદીને ટોણોઃ પહેલા ચાવાળો અને હવે ચોકીદાર, દેશ બદલાઈ રહ્યો છે