વંશના રક્ષણ માટે કોંગ્રેસ કોઇ પણ હદ સુધી જઇ શકે છે : મોદી

488

લોકસભા ચૂંટણીઓ લડાઇ આ વખતે ફક્ત રેલીમાં જ નહીં પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પક્ષ-વિપક્ષ આમને સામને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે એક બ્લોગ લખી કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. તેમણે વંશવાદ-લોકશાહી-સંસદ સહિતના ઘણાં મુદ્દાઓને પર કોંગ્રસને ઘેરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન એવા ઘણા કાર્યો થયા જે કૉંગ્રેસ સરકાર દરમિયાન નથી થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે ઇમરજન્સી લાગુ કરી કોંગ્રેસે સાબિત કર્યું હતું કે એક વંશના રક્ષણ માટે તેઓ કેટલી હદ સુધી પહોંચી શકે છે. ૨૦૧૪માં દેશવાસીઓ આ હકીકત જાણી ખૂબ જ દુઃખી હતા કે આપણો ભારત દેશ આખરે ફ્રેજાઇલ પાંચ દેશોમાં કેમ છે. સકારાત્મક સમાચારની જગ્યાએ માત્ર ભ્રષ્ટાચાર જેવા સમાચાર, એક-બીજાના દુરૂપયોગના સમાચાર અને ભાઈ-ભત્રીજાવાદ જેવા સમાચાર હેડલાઇન્સ બનતા હતા. ત્યારબાદ સામાન્ય ચૂંટણીઓમાં દેશના લોકોએ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયેલી સરકારથી મુક્તિ મેળવવા અને વધુ સારા ભવિષ્ય માટે મતદાન કર્યું હતું, વર્ષ ૨૦૧૪નો જનાદેશ ઐતિહાસિક હતો.

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બિન-રાજવંશ પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી હતી.

જ્યારે કોઇ  સરકાર ’ફેમિલી ફર્સ્ટ’ની જગ્યાએ ’ઇન્ડિયા ફર્સ્ટ’ની ભાવના સાથે ચાલે છે તો તે તેના કાર્યોમાં પણ દેખાય છે. વડાપ્રધાને આગળ લખ્યું કે આ અમારી સરકારની નીતિઓ અને કાર્યોની જ અસર છે કે છેલ્લા પાંચ વર્ષોમાં ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં સામેલ થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્લોગમાં સંસદના કામકાજ, પ્રેસની અભિવ્યક્તિ, બંધારણ-કોર્ટ અને સરકારી સંસ્થાઓના મુદ્દા પર કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે લોકસભામાં બિન-વંશવાદી સરકાર હતી તેથી જ આ કામ થયું. જ્યારે રાજ્યસભામાં કામ ન થઇ શક્યું કારણ કે ત્યાં હોબાળો થતો રહે છે. વડાપ્રધાને તેમના બ્લોગમાં ઇમરજન્સીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. પીએમે સેનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે કોંગ્રેસે હંમેશા રક્ષા ક્ષેત્રને કમાણીના એક સ્ત્રોત તરીકે જોયું છે. આ જ કારણ છે કે આપણા સશસ્ત્ર બળોને કયારેય કોંગ્રેસ પાસેથી એ સમ્માન ના મળ્યું, જેના તેઓ હકદાર હતા. અહીં તેમણે જીપ, તોપ, સબમરીન, હેલિકોપ્ટર સંબંધિત રક્ષા ગોટાળોનો ઉલ્લેખ કર્યો. પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઇક પર ઉઠાવેલા પ્રશ્નનોનો ઉલ્લેખ કરી પીએમે લખ્યું જ્યારે અમારી વાયુસેનાના જાંબાઝ આતંકીઓ પર હુમલો કરે છે તો કોંગ્રેસ તેના દાવા પર પ્રશ્ન ઉઠાવે છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મૈં ભી ચોકીદાર કેમ્પેને સોશિયલ મીડિયામાં પણ ખૂબ ધૂમ મચાવી છે. તાજેતરના દિવસોમાં ટિ્‌વટર રિપોર્ટ મુજબ આ અભિયાને સોશિયલ મીડિયા પર ચોકીદાર ચોર હૈ કેમ્પેઇનને પછાડી દીધું છે.

Previous articleઅરુણાચલમાં ભાજપને ફટકોઃ બે મંત્રીઓ અને ૧૨ ધારાસભ્યો સહિત ૧૫ નેતાઓના રાજીનામાં
Next articleમણિપુરમાં રાહુલ ગાંધીએ મોદીની ફરીથી ડિગ્રી માંગી