રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ગેરકાયદે ધમધમતા જીંગા ફાર્મો

802
guj312018-1.jpg

રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ગેરકાયદે માલિકીની જમીનમાં તેમજ ગામની ગૌચરની કિંમતી જમીન ખેડી નાખી ધમધમતા ગેરકાયદે જીંગા ફાર્મો હજુ ગઈકાલે ૩ આહિરો, ૧ ભરવાડ ઉપર કરાયેલ ખોટા કેસથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયેલ છે. કારણ ભેરાઈ ગામના આહિર સોમાભાઈ ટપુભાઈ રામની પોતાની માલિકીમાં તેના રાજકિય આકાઓ દ્વારા અમારી જમીનમાં કબ્જો લગાવી ગેરકાયદે જીંગા ફાર્મ બનાવતા અમો અમારી જમીન ખાલી કરાવવા ગયેલ અને તેમાં તો તેણે માર માર્યાની જિલ્લા કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર રાજુલા તેમજ મામલતદાર અને પોલીસ ડીપાર્ટમેન્ટ પુરી તપાસ કર્યા પછી જ આજ પછી કેસોની પુરી છણાવટ કરી પછી એફઆઈઆર દર્જ કરવા રજૂઆત કરાઈ. આ બાબતે ભેરાઈ ગામના સરપંચ બાઉભાઈ રામે અગાઉ પણ ગાય માતા માટેની જમીનના દબાણો દુર કરવા જિલ્લા કલેક્ટરને ગંભીરતાપૂર્વક રજૂઆતો કરેલ પણ તંત્ર પણ રાજકિય માથા તળે કચડાયેલ છે જે પુરી કાર્યવાહી કરતું નથી ? તેવા ગઈકાલે થયેલ ખોટા કેસ બાબતે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયેલ છે. આ બાબતે તંત્ર તટસ્થ તપાસ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Previous articleઅમરેલી જિલ્લામાં ૪.૦૫૭ લાખ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરાઈ
Next articleજાફરાબાદની આદિત્ય બિરલા સ્કુલનો વાર્ષિકોત્સવ ઉજવાયો