સમગ્ર વાળંદ સમાજના સંગઠન અધ્યક્ષ તરીકે મનહરભાઈ રાઠોડની નિયુક્તિ

1279
bvn113112017-1.jpg

તાજેતરમાં મળેલી વાળંદ સમાજની વિવિધ સંસ્થાઓ અગ્રણી આગેવાનોની એક મિટીંગમાં ભાવનગરના જાણીતા શિક્ષણવિદ અને મનહર ગ્રુપ ટ્યુશન, જ્ઞાનગુરૂ વિદ્યાપીઠના સંચાલક મનહરભાઈ રાઠોડની સર્વાનુમતે સમગ્ર વાળંદ સમાજ ભાવનગરમાં સંગઠન અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. વાળંદ સમાજની અગ્રણી ૧૩ જેટલી સંસ્થાઓના આગેવાનોએ મનહરભાઈના નેતૃત્વમાં સમાજનું સંગઠન મજબુત બનાવવાની અને સમાજના નાનામાં નાના વ્યક્તિને પણ કોઈ હેરાનગતિ ન થાય અને સમગ્ર સમાજ એક બને અને સમાજના ઉત્કર્ષના કાર્યો કરવાના શપથ લીધેલ. ઉપરાંત સમાજના ધંધા રોજગારમાં વિકાસની સાથે સમાજમાં સામાજિક અને રાજકિય વર્ચસ્વ વધે તેવા પ્રયત્નો સક્રિય કરવા અને સમગ્ર ગુજરાતમાં સમગ્ર સમાજને એક કરી સમસ્ત વાળંદ સમાજનું એક નેતૃત્વની સ્થાપના પ્રયત્નશીલ બનવા તમામ એક સુર વ્યક્ત કરેલ. આ મિટીંગમાં વાળંદ સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ એક સુરમાં મનહરભાઈ રાઠોડના નેતૃત્વમાં વાળંદ સમાજનું સંગઠન મજબુત બનાવવા સાથે મનહરભાઈ રાઠોડને શુભેચ્છા પાઠવેલ.