અખિલ વહીવંચા બારોટ સમાજનું રાજકોટ ખાતે સ્નેહમિલન યોજાયું

852
guj13112017-2.jpg

આજરોજ અખિલ વહિવંચા બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ બારોટ દ્વારા આયોજીત આ વર્ષનું સૌપ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી, મહિલા પાંખના કાશ્મીરાબેન, રાજકોટના નીતિનભાઈ ભારદ્વાજ, બારોટ સમાજના સંત શાંતિદાસબાપુ, વંશાવલી સંસ્થાના અમરૂભાઈ બારોટ, ગુલાબદાન બારોટ, મહેશભાઈ બારોટ, ડો.નરેન્દ્રભાઈ, બારોટ સમાજના દાતા દેવજીબાપા, પીઆઈજીએલ વીસાણી, સાગરકુમાર રાણાભાઈ, પ્રફુલભાઈ બારોટ, રાજદેવભાઈ કવિરાજ, નિરવ બારોટ, ચંદબરદાઈ યુવા બારોટ સમાજ ગ્રુપના પ્રમુખ સંદેવભાઈ સોઢા, પંકજભાઈ સોઢા સહિત અનેક લોકો હાજર રહેલ તેમજ આંતરરાષ્ટ્રીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાની ગુજરાત રાજ્યના ૭ થી ૮ જિલ્લામાં કારોબારી બનાવી બારોટ સમાજનું સંગઠન બનાવવા આગેવાનો દ્વારા હાંકલ કરાઈ હતી.