પ્રાચી ખાતે યોજાએલ રસ્સાખેંચ સ્પર્ધામાં ૨૭ જિલ્લાની ૨૭૦ થી વધુ બહેનો સહભાગી થઈ

846
guj13112017-1.jpg

ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે કે.કે.મોરી હાઈસ્કુલ ખાતે ગઈકાલે યોજાએલ રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા ઓપન એઈજ ગ્રુપ બહેનોમાં કચ્છની ટીમ પ્રથમ સ્થાને વિજેતા થઇ હતી. જયારે બીજા સ્થાને ગીર સોમનાથ જિલ્લાની ટીમ અને ત્રૃતિય સ્થાને મહેસાણાની ટીમ વિજેતા બની હતી.
યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમત-ગમત કચેરી ગીર સોમનાથ આયોજીત આ સ્પર્ધામાં રાજયની ૨૭ જિલ્લાની ર૭૦ થી વધુ સ્પર્ધક બહેનો અને કોચ સહભાગી થયા હતા. સ્પર્ધાને સફળ બનાવવા વ્યાયામ શિક્ષકો કોચ સહભાગી થયા હતા.