ભાવનગર મહાપાલિકાના દ્વારેથી

676

લોકોના ફોમોમાં સહી કરવા સેવકો ભય અનુભવે છે

ભાવનગર શહેરની સ્કુલોમાં ભણતા વિદ્યાર્થી ભાઈ-બહેનો અને અન્ય લોકો યોજનાકિય ફોર્મમાં નગરના લોકો નગરસેવકોની સહીઓ લેવા આવે છે. ફોર્મો લઈ અરજદારો સેવા સદને આવતા રહે છે. પરંતુ સેવકોને ગોતવા કચેરીમાં ઠીર ઠીક સમય રોડાવું પડે છે. અને મળે તો કેટલાકં નગરસેવકો ફોર્મોમાં સહી કરવા આનાકાની કરે છે. આમ સહીઓ કરવામાં પણ સેવકો ભય અનુભવે છે. કારણ શું  પુછો સેવકોન…

વર્ષો પછી ભીલવાડાનું સર્કલ સુશોભીત થઈ રહ્યું છે

ભાવનગર મહાનગરપાલીકાના ગાર્ડન વિભાગ દ્વારા ભીલવાડાનું સર્કલ વર્ષો પછી ફુવારા અને વિવિધ ફલઝાડો સુશોભીત બનીર હ્યું છે. આ વીસ્તારના લોકો માટે સારૂ અને સુંદર નાનુ ગાર્ડન તૈયાર થયું છે. સર્કલમાં સારા અને ટકાવદાર બાંકડાઓ પણ ગોઠવાશે. સર્કલ તૈયાર થતાં હવે આ નાનુ સરખુ ગાર્ડન લોકો માટે  ખુલુ મુકવાની તૈયારી પુરજોશમાં ચાલે છે. ગાર્ડન કમિટિના ચેરમેન ડી.ડી. ગોહિલ અને ગાર્ડન અધિકારી કે.કે.ગોહિલ વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

કચરાના ટ્રેકટરો નિયમીત ન આવતા લોક ફરિયાદ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ શહેર અભિયાન તળે દરેક વોર્ડના લતે લતે સુકો અને ભીનો કચરો લેવા કચરાના ટ્રેકટર વહેલા મોડા આવતા લોકો ફરિયાદો થતી રહે છે. આવી ફરિયાદોમાં ખાસ કરીને પછાત વીસ્તારોમાંથી વધુ થતી રહે છે.  આવી ફરિયાદો જમનાકુંડ વાલ્મીકી લતામાં અને અન્ય સ્થળે કચરાના ટ્રેકટરો નિયમીત ન જતા હોવાની રજુઆતો થઈ રહી છે. દરેક વોર્ડના લતાઓમાં આવા કચરાના ટ્રેકટરો નિયમીત સમયસર જાય એ જરૂરી છે.

ગરમીમાં રસ્તાનો ડામર અગોળવાની શરૂઆત થઈ

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડ વિસ્તારોમાં રોડ રસ્તાના કામોમાં જે રસ્તાઓ ડામરના થયા છે. તે રસ્તાના ડામરો ગરમીની સિઝન શરૂ થતા ડામર અગોળી રહ્યો છે.  રોડ વિભાગે શહેરના ઘણા ખરા રોડ સારા હોવા છતા આવા રસ્તાઓ પર તંત્ર દ્વારા ડામરો પાથરવામાં આવેલ આ અંગે ખુદક ારોબારી કમિટીના કેટલાક સભ્યોએ તો આ મુદ્દે એવી ફરિયાદો કરેલ કે જે રસ્તાઓ સારા છે. ત્યાં શું કામ આવા કામો થયા. આવી ફરિયાદો ખુદ સ્ટેન્ડીગ  કમિટિના સભ્યો કરે અને આવી ફરિયાદોના જવાબો તડનેફડ રોડ વિભાગના મકવાણાએ કરી દેતા સભ્યોની રજુઆત દમ વગરની સાબીત થવા પામી.

Previous articleધંધુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી નિમિત્તે રેલી
Next articleકાળિયાબીડ પાસેના વશિષ્ઠ આશ્રમે આજથી ભાગવત સપ્તાહનું આયોજન