સેંસેક્સ ૪૧૫ પોઇન્ટના સુધારની સાથે બંધ

709

શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. બેંક અને આઈટી કાઉન્ટરોમાં જોરદાર લેવાલી જામી હતી જેના લીધે બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટી ઉપર બંધ રહ્યા હતા. આજે કારોબારના અંતે સેંસેક્સ ૪૧૫ પોઇન્ટ ઉછળીને ૩૮૫૪૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. એચસીએલ ટેકમાં સૌથી વધુ સુધારો રહ્યો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. ઇન્ડેક્સમાં ૩૦ શેર પૈકીના ૨૪માં તેજી રહી હતી જ્યારે ૬ શેરમાં મંદી રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ આજે તેજીમાં રહી હતી. બીએસઈમાં ૨૮૧૯ શેરોમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૬૬૬ શેરમાં તેજી રહી હતી જ્યારે ૯૭૫ શેરમાં મંદી રહી હતી. ૧૭૮ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૬૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૩૨૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૯૧૮ રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૫ પોઇન્ટ સુધરીને ૧૧૫૭૦ની સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન એચસીએલ ટેકનોલોજીના શેરમાં ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો. ટાઈટન કંપનીના શેર એક ટ્રિલિયન માર્કની માર્કેટ મૂડી પર પહોંચી ગયા છે તેના શેરમાં ૧.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ માંગમાં ઘટાડો થયા બાદ હિરોમોટોના શેરમાં બે વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. સેક્ટરલની દ્રષ્ટિએ જોવામાં આવે તો પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી  વધુ તેજી રહી હતી.

આજે સતત બીજા દિવસે મિડિયા અને આઈટીના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૩.૬૨ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૩૪૬ રહી હતી. એશિયન શેરબજારમાં આજે મંદીનો માહોલ રહ્યો હતો જેના માટે વૈશ્વિક પરિબળો જવાબદાર રહ્યા હતા.  સુધરી ગયેલી વૈશ્વિક લિક્વિડિટીની સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટ ડેબ્ટ અને ઈક્વીટીમાં મળીને ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે મોનિટરીંગ પોલિસી આઉટલૂક ઉપર આને સીધી અસર થનાર છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી માર્ચથી લઈને ૨૨મી માર્ચ વચ્ચેના ગાળામાં ઈક્વિટીમાં ૨૭૪૨૪.૧૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. શેરબજારમાં ગઇકાલે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ફરી એકવાર ઘટી બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેંસેક્સ ૧૦૧ પોઇન્ટ ઘટીને ૩૮૧૩૩ની સપાટીએ રહ્યો હતો.નિફ્ટી પણ ૩૮ પોઇન્ટ ઘટીને ૧૧૪૪૫ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

Previous articleફ્રેંચ ઓપનની ઇનામી રકમ રૂ. ૩.૩૨ અબજ, વિજેતાને મળશે રૂ. ૧૮ કરોડ
Next articleબિકાનેર : અર્જુન મેઘવાલ હૈટ્રિક કરવા માટે તૈયાર છે