ઉત્તરપ્રદેશમાં ૨૦થી વધારે રેલી કરવા મોદી તૈયાર થયા

796

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારનુ રણશિંગુ ફુંકી ચુક્યા છે. મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં રેલી યોજીને પ્રચારની શરૂઆત કર્યા બાદ આગામી દિવસોમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરનાર છે. મોદીની રેલી અને કાર્યક્રમને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. એકલા ઉત્તરપ્રદેશમાં મોદી ૨૦થી વધારે રેલી કરનાર છે. આના માટે કાર્યકરો ભારે ઉત્સાહિત પણ છે. મોદીની ઉત્તરપ્રદેશમાં ૫૦ રેલી માટેની મંજુરી પ્રદેશ એકમ દ્વારા માંગવામાં આવી હતી. જો કે આ માંગ પૈકી ૨૦ રેલી કરવા માટેની મંજુરી મળી છે. મોદીના કાર્યક્રમ મુજબ મોદી મેરઠમાં જોરદાર પ્રચારની શરૂઆત કરી ચુક્યા છે ત્યારે આગામી રેલી સહારનપુર અને બિઝનોરમાં પાંચમી એપ્રિલના દિવસે યોજાનાર છે. અન્ય રેલીના કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ૨૦ રેલીને મંજુરી મળી છે. મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીની રેલીને લઇને હજુ  કોઇ વાત કરવામાં આવી નથી. ઉત્તરપ્રદેશ રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે અહીં લોકસભાની સૌથી વધારે સીટો રહેલી છે. ભાજપને સૌથી વધારે તાકાત પણ અહીં જ લગાવવાની ફરજ પડી રહી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો નરેન્દ્ર મોદીની રેલીને લઇને આક્રમક તૈયારીમાં લાગેલા છે. તેમની પ્રથમ મેરઠ રેલીમાં જે રીતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા  હતા તે જોતા મોદી અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે. છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટો જીતી લીધી હતી. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી માટે અન્ય પક્ષો કરતા તો સ્થિતી ખુબ સારી દેખાઇ રહી  છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.  બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.   ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.

Previous articleઆજે મુંબઈ-પંજાબ વચ્ચે જંગ ખેલાશે
Next articleયુપી : રાહુલ અને પ્રિયંકા ૧૫થી વધુ રેલી કરી શકે