સપના પર સસ્પેન્સ : કુમાર વિશ્વાસને ભાજપમાં લવાશે

514

હરિયાણાની લોકપ્રિય ડાન્સર સપના ચૌધરી ભારતય જનતા પાર્ટીમાં સામેલ થશે તેવા સાફ સંકેતો મળી રહ્યા છે. સપનાના કોંગ્રેમાં જવાના અહેવાલો પર પૂર્ણવિરામ મુકાયા બાદ હવે સપના ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે તેવી ચર્ચાને વેગ મળતા તમામ લોકોમાં આની ચર્ચા જોવા મળી રહી છે. જો કે સપના તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારની પ્રતિક્રયા આપવામાં આવી નથી. સપનાના ભાજપમાં સામેલ થવા અને તેના દ્વારા ભાજપ માટે પ્રચાર કરવાને લઇને કોઇ માહિતી હજુ સુધી મળી શકી નથી. તેને લઇને સસ્પેન્સ જારી છે. સપના ચૌધરી ભાજપમાં સામેલ થશે તેવી અટકળોને એ વખતે વેગ મળ્યો હતો જ્યારે દિલ્હી ભાજપ પ્રદે અધ્યક્ષ મનોજ તિવારીની સપનાની સાથે ટેબલ પર બેઠેલી એક તસ્વીર વાયરલ થઇ હતી. મોડેથી જાણવા મળ્યુ હતુ કે તિવારી પોતે સપનાને મળવા માટે તેમના આવાસ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમની વચ્ચે લાંબી વાતચીત થઇ હતી. જો કે આ સંબંધમાં સપના તરફથી કોંઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સપના ઉપરાંત મનોજ તિવારી સોમવારની રાત્રે કુમાર વિશ્વાસને પણ મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી કુમાર વિશ્વાસને પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા માટે ઉત્સુક છે. હાલમાં તમામ રાજકીય પક્ષો એકબીજાને પછડાટ આપવા માટે જુદા જુદા પાસા ફેંકી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.  બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.  ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એકબીજા પર લીડ મેળવી લેવા લોકપ્રિય લોકોને પોતાની તરફેણમાં કરવામાં માટેના પ્રયાસ કરી રહ્યા છે. બોલિવુડ સ્ટાર  જયા પ્રદા પણ હાલમાં ભાજપમાં સામેલ થઇ ચુકી છે.

Previous articleમોડી રાત સુધી પાર્ટી કરતા અકમલને મેચ ફીસના ૨૦ ટકા દંડ ફટકારાયો
Next articleઆજમગઢમાં મુલાયમ જેવા દેખાવ માટે અખિલેશ તૈયાર