કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય ખાતે વાર્ષિકદિનની થયેલી ઉજવણી

527

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શેત્રુંજી ડેમમાં વાર્ષિકદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ ધો.૬ થી ૯ની બાળોઓ દ્વારા જુદાજુદા કાર્યક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહેમાનો દ્વારા મોેમેન્ટો અને પુસ્તકો દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં ઉત્તમ પ્રદર્શન કરનાર બાળકોને શીલ્ડ આપીને સન્માનીત કરવામાં આવી શૈક્ષણિક ક્ષેત્રે નંબર લાવનાર બાળાઓને શીલ્ડ અને ઈનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા જેન્ડર કો.ઓર્ડીનેટર નીલમબેન જેતાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં શેત્રુંજી ડેમના સીઆરસી કોર્ડીનેટર મોરી ઉદયસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Previous articleરાજુલાના ૧૩ ગામો માટે સિંચાઇનું પાણી છોડાતા ખુશી
Next articleરાજુલામાં પ્રિસાઇડીંગ ઓફીસરોનો ચૂંટણી લક્ષી તાલીમ વર્ગ યોજાયો