લોકગીતોનો ” હાલો માનવિયુને મેળે” સ્પર્ધા વિનર્સ શો યોજાયો

227

અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને કંકાવટી ગૃપના સંયુક્ત નેજા હેઠળ લોકગીત “હાલો માનવિયુને મેળે” સ્પઘાઁનો વિનઁસ શો અંઘ ઉઘોગ શાળા ખાતે યોજાયેલ. જેમા વિજેતા લોક ગાયકોએ લોકગીતોની રમઝટ બોલાવેલી હતી.જેમા રોકડ પુરસ્કાર અને શ્રેષ્ઠ લોકગીત સ્વરને મોમેન્ટથી ૨૮ લોકગાયકોને સન્માનવામાં આવ્યા હતા.સ્પઘાઁ ત્રણ એઈજ ગૃપમાં યોજાયેલ તેમાં ૧૧૫ સ્પઘઁકોએ ભાગ લીઘો હતો. આ લોકગીત ફીનાલે કાયઁક્મમાં મહેમાન તરીકે શ્રી લાભુભાઈ સોનાણી,સતીષભાઈ મહેતા,હીમાચલભાઈ મહેતા,ગીરીષભાઈ શેઠ,પંકજભાઈ જયોતિકાબેન ઠક્કર,રઘુવીરભાઈ કુંચાલા, જગગડદાદા,અને મનુભાઈ દીક્ષિત ઉપસ્થિત રહેલ.સમગ્ર કાયઁક્મ ને સફળ બનાવવા માટે લાભુભાઈ સોનાણી,રાજશ્રીબેન પરમાર અને આભારવિઘી અમૂલ પરમાર કરેલ જ્યારે કાયઁક્મ નુ સંચાલન હરદેવભાઈ વાળા એ કરેલ.

Previous articleગારીયાધારની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા
Next articleઆરોગ્ય સારવાર દરમ્યાન પ્રજાનો ભગવાન ડોક્ટર છેઃ રમેશભાઈ કટારા