બેડમિન્ટનઃ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યો પ્રણોય

611

કુઆલાલમ્પુરઃ ભારતના એચએસ પ્રણોયને અહીં ચાલી રહેલા મલેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્‌યો છે. થાઈલેન્ડના શિથીકોમ થામસિને પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ત્રણ ગેમ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પ્રણોયને ૧૨-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર ૩૪ થાઈ ખેલાડીએ ૫૬ મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કર્યો હતો.

થામસિને આ જીતની સાથે વર્લ્ડ નંબર ૨૧ પ્રણોય વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ ૨-૧નો કરી દીધો છે. થાઇ ખેલાડીએ આ સિવાય ૨૦૧૪માં સિંગાપુર ઓપનમાં પ્રણોયને મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈપણ ભારતીય સિંગલ અને ડબલ્સમાં અહીં ટાઇટલ જીતી શક્યા નથી. તેવામાં હવે તે જોવાનું રહેશે કે, આ વખતે ભારતીય ખેલાડી કેવું પ્રદર્શન કરે છે.

પ્રણોયથી પહેલા ગઈકાલે સમીર વર્માનો ચીનના શિ યુકીના હાથે હારનો સામનો કરવો પડ્‌યો હતો. યુકીએ ત્રણ ગેમ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં સમીરને ૨૨-૨૦, ૨૧-૨૩, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટના બીજા દિવસે બુધવારે આજે પીવી સિંધુ, સાયના નેહવાલ અને કિદાંબી શ્રીકાંત પોતાના વર્ગના મુકાબલામાં પડકાર રજૂ કરશે.

Previous articleક્રિકેટને ભ્રષ્ટાચારથી દૂર રાખવા માટે આઈસીસીએ ભર્યું મોટું પગલું
Next articleસમય હાથમાંથી નિકળી રહ્યો છે, હવે ઇઝ્રમ્એ તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ બોલિંગ કોચ નેહરા