મહાન ગોલ્ફર ટાઈગર વૂડ્‌સને ડોનાલ્ડ ટ્રમ્પના હાથે સૌથી મોટું નાગરિક સન્માન

626

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટાઈગર વૂડ્‌સને રાષ્ટ્રના સૌથી મોટા નાગરિક માનથી નવાજયો હતો અને તેમણે તે અગ્રણી ગોલ્ફરને વિશ્ર્‌વ સ્પોટ્‌ર્સના ઈતિહાસમાં એક ‘ખરેખરા મહાન’ ખેલાડી તરીકે વર્ણાવ્યો હતો.

ટાઈગર વૂડ્‌સે ગયા મહિને રમતમાં પુનઃપ્રવેશ કરી પાંચમું માસ્ટર્સનું વિજેતાપદ ઓગસ્ટા ખાતે જીત્યું હતું.

૪૩ વર્ષના વૂડ્‌સને પ્રેસિડેન્શિયલ મૅડલ ઑફ ફ્રીડમ વ્હાઈટ હાઉસ રોઝ ગાર્ડન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એનાયત કરાયો હતો.

અમેરિકાનું આ સૌથી મોટું નાગરિક માન મેળવનાર વૂડ્‌સ ચોથો અને સૌથી નાની વયનો ગોલ્ફર છે.

વૂડ્‌સે ૧૯૯૬માં પોતાની ૨૦ વર્ષની વયે પ્રોફેશનલ ગોલ્ફમાં પ્રવેશ કર્યો હતો અને તે ૧૫ મુખ્ય વિજેતાપદ ધરાવે છે.

Previous articleઅદા શર્માની પહેલી વાર પુરુષની ભૂમિકામાં જોવા મળશે!
Next articleઆંચકો આપનારુઃ ’ મૈ હૂ ના’ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવવા માટે સુનિલ શેટ્ટીએ પ્રથમ પસંદગી ન હોતી એવું ધ કપિલ શર્મા શો ઉપર જાહેર કરવામાં આવ્યુ