દરેક વિધાનસભા ક્ષેત્રના પાંચ બૂથો પર ઈવીએમ અને વીવીપેટને સરખાવવા સુપ્રીમનો આદેશ

491

સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ અને ફફઁછ્‌ની સરખામણી પાંચ ગણી વધારી દીધી છે. કોર્ટે ચૂંટણીપંચને લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ વધારીને પાંચ બૂથોની વીવીપેટની ચિઠ્ઠીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ કહ્યું કે, તે મતદાતાઓના વિશ્વાસ અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતાને ધ્યાનમાં રાખીને વીવીપેટની તપાસના સેમ્પલ વધારી રહ્યાં છે. જ્યારે ચૂંટણી પંચે આ વિશે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ સ્વકાર્ય છે અને આયોગ ઈફસ્માં પડેલા મત અને વીવીપેટની સરખામણીને લઇને સુપ્રીમ કોર્ટના આદેશનું ઝડપની અનુપાલન કરશે.અત્યાર સુધી ચૂંટણીપંચ ૪,૧૨૫ ઈવીએમ-વીવીપેટને સરખાવતું હતું પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વધીને ૨૦,૬૨૫ ઈવીએમ-વીવીપેટની સરખામણી થશે. અત્યાર સુધી ચૂંટણીપંચ દરેક વિધાનસભાની ચૂંટણીમાં બેઠકદીઠ એક મતદાન કેન્દ્રમાં અને લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા ક્ષેત્રના એક મતદાન કેન્દ્રની આ પ્રક્રિયાનું પાલન કરતા હતા.

પરંતુ કોર્ટના આદેશ બાદ દરેક વિધાનસભા ક્ષેત્રમાં એકની જગ્યાએ પાંચ બૂથો પર ઈવીએમ-વીવીપેટ સરખાવાશે.

ચંદ્રબાબૂ નાયડૂ ઉપરાંત શરદ પવાર, કેસી વેણુગોપાલ ડેરેક ઓબ્રાયન, શરદ યાદવ, અખિલેશ યાદવ, સતીશચંદ્ર મિશ્રા, એમકે સ્ટાલિન, ટીકે રંગરાજન, મનોજકુમાર ઝા, ફારુખ અબ્દુલ્લા, એસએસ રેડ્ડી, કુમાર દાનિશ અલી, અજીત સિંહ, મોહમ્મદ બદરુદ્દીન અજમલ, જીતનરામ માંઝી, પ્રોફેસર અશોકકુમાર સિંહ અરજદારો છે.

Previous articleગદ્દારોનું સમર્થન કરીને રાહુલને સત્તામાં નહિ આવવા દઈએઃ ઉદ્ધવ
Next articleભાજપે મેનિફેસ્ટો નહી માફીપત્ર બહાર પાડવુ જોઈએ : કોંગ્રેસ