કલમ-૩૭૦ મુદ્દે મહેબૂબા -ગૌતમઆમને-સામને

1094

કાશ્મીરના મુદ્દાને લઈને પૂર્વ ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે ટિ્‌વટર પર જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પર પ્રહાર કર્યા છે. ત્યાર બાદ ગૌતમ ગંભીર અને પીડીપી ચીફ મુફ્તીની વચ્ચે ટિ્‌વટર પર રકઝક થઈ હતી. બાદમાં મહેબૂબાએ ગંભીરને ટિ્‌વટર પર બ્લોક કરી દીધો.૩૭૦ કલમને લઈને મહેબૂબાએ ટિ્‌વટર પર લખ્યું હતું કે, ના સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાન વાલો. તુમ્હારી દાસ્તા તક ભી ના હોગી દાસ્તાનો મેં. મહેબુબાના આ ટિ્‌વટ પર ગંભીરે વળતો જવાબ આપતા કહ્યું હતું કે આ ભારત છે કોઈ દાગ નથી જે તમારી જેમ જતા રહેશે. ગંભીરના આ જવાબ પછી મહેબુબા ભડકી હતી અને ગંભીરની ક્રિકેટ કારકિર્દી પર સવાલ ઉઠાવતા લખ્યું હતું.

કે આશા કરી રહી છું કે ભાજપમાં તમારી રાજનીતિક ઇનિંગ્સ ક્રિકેટની જેમ નાની નહીં હોય.આ પછી ગંભીરે લખ્યું હતું કે ઓહ! તો તમે મારા ટિ્‌વટર હેન્ડલને અનબ્લોક કરી દીધું છે.

તમારે મારા ટિ્‌વટનો જવાબ આપવા ૧૦ કલાક લાગી ગયા!!!ઘણું ધીમું. આ તમારા વ્યક્તિત્વમાં ઉંડાણની ખોટ દર્શાવે છે. કોઈ આશ્ચર્ય નથી કે તમે લોકો હાથમાં મુદ્દાને હલ કરવાને લઈને સંઘર્ષ કર્યો છે. ગંભીરની આ કોમેન્ટનો જવાબ આપી મહેબુબાએ તેને ટિ્‌વટર ઉપર બ્લોક કરી દીધો હતો.

Previous articleમતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં ૭૦ ટીમ દ્વારા ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાડાયા
Next article૧૯૭૧ માટે ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકે તો બાલાકોટ માટે મોદીની કેમ નહીં : રાજનાથ