આજે પ્રથમ ચરણમાં ૯૧ સીટ પર મતદાન

696

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ૧૭મી લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન સાથે થનાર છે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોને આવરી લેતી ૯૧ સીટ પર આવતીકાલે મતદાન થશે. અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સા વચ્ચે મતદાન થનાર છે. તમામ મતદાનવાળા રાજ્યોમાં તમામ તૈયારી કરી લેવામા ંઆવી છે. પ્રથમ તબક્કામાં પણ મોટા રાજ્યોમાં મતદાન પર તમામની નજર રેશે. મારાષ્ટ્રમાં સાત સીટો પર ૧૨૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં પાંચ બેઠકો પર ૫૨ ઉમેદવારો મેદાનમાં છે. અહીં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે. ઉત્તરાખંડમાં પાંચ બેઠકો પર બાવન ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. હજારો ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમાં કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી પણ સામેલ છે. પ્રથમ તબક્કામાં આવતીકાલે  જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી આંધ્રપ્રદેશમાં ૨૫, અરુણાચલ-૨, આસામ-૫, બિહાર-૪, છત્તીસગઢ-૧, જમ્મુ કાશ્મીર-૨, મહારાષ્ટ્ર-૭, મણિપુર-૧, મેઘાલય-૨, મિઝોરમ-૧, નાગાલેન્ડ-૧, ઓરિસ્સા-૪, સિક્કિમ-૧, તેલંગાણા-૧૭, ત્રિપુરા-૧, ઉત્તરપ્રદેશ-૧૦, ઉત્તરાખંડ-૫, પશ્ચિમ બંગાળ-૨, આંદામાન અને નિકોબાર-૧, લક્ષદ્વિપ-૪ સીટ પર મતદાન યોજાનાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અનેક મોટા માથા ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમાં વર્તમાન કેન્દ્રિય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રચારની પૂર્ણાહુતિ થયા બાદ હવે મતદારો પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.  બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.

ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.આંધ્રપ્રદેશની સાથે સાથે સિક્કિમમાં ૧૧મી એપ્રિલના દિવસે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી થશે. સિક્કિમની ૩૨ વિધાનસભા સીટ માટે ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થશે.અરુણાચલમાં પણ ૧૧મી એપ્રિલના દિવસે જ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નિતિન ગડકરી સહિત અનેક મોટા માથા ભાગ્ય અજમાવી રહ્યા છે.આવતીકાલે મતદાનની શરૂઆત થઇ રહી છે ત્યારે ભારે ઉત્સાહ તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થનાર છે.  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવનાર છે.  સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં નવ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ૨૬મી મેના દિવસે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકેના શપથ લધા હતા. ૨૦૦૯માં છ અને ૨૦૦૪માં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતુ. આ વખતે સાત તબક્કામાં મતદાન થશે.

 

Previous articleરાફેલ : નવા દસ્તાવેજોના આધારે ફરી ચકાસણીનો સુપ્રીમનો નિર્ણય
Next articleનવસારી : ટ્રક-ટેમ્પોટ્રેક્સ વચ્ચે ટક્કર, ૭ મોત