રાજપરા (ઠા.) ગામે મતદાર જાગૃતતા અભિયાન અંતર્ગત મહિલા સેમિનાર

651

પાલીતાણા તાલુકાના રાજપરા (ઠા.) ગામે લોકશાહી પર્વની ઉજવણીની તૈયારીરૂપે ગ્રામજનો દ્વારા વિશાળ મહિલા સેમિનાર યોજીને મહિલાઓમાં મતદાર જાગૃત કરવાનો કાર્યક્રમ બીએલઓ જયેન્દ્રસિંહ ડી. ગોહિલ મારફત તા.૧૧ ને ગુરૂવારના રોજ યોજવામાં આવેલ. ગામના વિશાળ સંખ્યામાાં મહિલાઓ જોડાયા હતા. ગામની કુલ વસ્તી ૧૧૨૪ અને નોંધાયેલા મતદારો ૭૬૧ છે જે તમામ મતદારો પોતાના મતનો અધિકાર ભોગવી શકે તે માટે તમામ મતદારો સુધી પહોંચીને જનજાગૃકતા કરવાના અનેક કાર્યક્રમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં ગ્રામજનો હોશભેર જોડાતા રહે છે. જેના પરિણામ સ્વરૂપે મતદાનના દિવસે આ ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવાની ખાત્રી મતદારો તરફથી મળતી રહે છે.

Previous articleરાણપુરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ
Next articleરાણપુરના ત્રીકમપરામાંથી બે દિવસ પહેલા  ચોરાઈ ગયેલુ મોટરસાઈકલ મળી આવ્યું