સ્પાઇસ જેટ ૧૬ બોઇંગ નવા વિમાન સામેલ કરશે

554

સ્પાઇઝ જેટના શેરમાં આજે શુક્રવારના દિવસે ૧૦ ટકાનો ઉછાળો રહેતા તેમાં ઉછાળો રહ્યો હતો. છેલ્લા બે કારોબારી દિવસોમાં ૧૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. કંપનીએ જાહેરાત કરી છે કે તે ડ્રાયલીગ ઉપર ૧૬ બોઇંગ ૭૩૭-૮૦૦  એનજી વિમાન ખરીદશે. કંપનીએ વિમાનોની આયાત કરવા માટે એનઓસી હાંસલ કરવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન સમક્ષ અરજી કરી છે. ૨૪મી જુલાઈ ૨૦૮ બાદથી આ શેરમાં આજે સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. છેલ્લા એક મહિનાના ગાળામાં ૪૪ ટકાનો ઉછાળો તેમાં નોંધાઈ ચુક્યો છે. બીએસઈ સેંસેક્સમાં બે ટકાની સરખામણીમાં તેમાં ૪૪ ટકાનો ઉછાળો રહ્યો છે. સ્પાઇસ જેટે કહ્યું છે કે, નવા વિમાનો સામેલ કરવામાં આવતા ફ્લાઇટમાં કાપ મુકવાની સ્થિતિને પમ શૂન્ય કરવામાં આવશે. સ્પાઇસ જેટ કંપનીની આક્રમક ઇન્ટરનેશનલ અને સ્થાનિક વિસ્તરણ યોજના લોોક સમક્ષ આવશે. એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવવાની બાબત રેગ્યુલેટરી મંજુરી સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ આગામી ૧૦ દિવસની અંદર નવા વિમાનો સ્પાઇસ જેટના કાફલામાં સામેલ થશે.  સ્પાઈસ જેટમાં મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન અજયસિંહના કહેવા મુજબ ઉડ્ડયન કંપની દ્વારા આ સેક્ટરમાં પડકારરુપ પર્યાવરણને ઘટાડવા માટે સ્થિતિ સર્જી છે.

સ્પાઇસ જેટ ક્ષમતાને વધારવા અને યાત્રીઓને વધુને વધુ સુવિધા આપવા માટે સરકાર સત્તાવાળાઓ સાથે કામ કરવા તૈયાર છે. બ્રોકરેજ કંપનીઓના કહેવા મુજબ ઉડ્ડયન ક્ષેત્રમાં હાલ અનેક પ્રકારના પડકારો રહેલા છે જેને દૂર કરવાના પ્રયાસો યુદ્ધ સ્તરે કરવામાં આવી રહ્યા છે.

Previous articleશેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૬૦ પોઇન્ટ સુધરીને બંધ
Next articleગ્લોબલ ઇન્ડિયન સ્કુલને સુપ્રીમ કોર્ટની લપડાક, નિર્ણય વાલીઓની તરફેણમાં આવ્યો