તળાજાની દિકરીનું શિક્ષણમંત્રીનાં વરદહસ્તે ગૌરવભેર સન્માન

615

તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલમાં ધો.૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર દ્રષ્ટિ કલ્પેશભાઇ એ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય એકતા નિબંધ સ્પર્ધામાં ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા તેમજ તળાજાનું ગૌરવ વધારેલ. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ગૌરવભેર સન્માન પ્રાપ્ત થયેલ હતું. તેમના સન્માન પ્રસંગે શાળા સંચાલક વૈભવ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ અને અદકેરૂ સન્માન થવાથી તળાજ શિક્ષણ જગતમાં એક વધુ યશકલગીનો ઉમેરો થયો હતો. નારી સન્માન સાથે સમાજની વિવિધ દિકરીઓ માટે આ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

Previous articleબરવાળા પાણી પુરવઠા બોર્ડે ગેરકાયદેસર પાણી ચોરી કરનાર સામે લાલ આંખ કરી
Next articleપાકિસ્તાનથી મુક્ત થયેલા ૯૭ માછીમારો વેરાવળથી માદરે વતન જવા રવાના થયા