૨૦૧૬-૧૮ દરમ્યાન દેશમાં ૫૦ લાખ લોકોએ નોકરી ગુમાવીઃ રિપોર્ટ

516

વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન દેશના અંદાજે ૫૦ લાખ લોકોની નોકરીઓ જતી રહી છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા દેશમાં નોટબંધી જાહેર કરવામાં આવી હતી અને રૂ. ૧૦૦૦-૫૦૦ની નોટો ચલણમાંથી કાઢી નાખવામાં આવી હતી. બેંગલુરુમાં આવેલી અઝીમ પ્રેમજી યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન ૫૦ લાખ લોકોએ નોકરી ગુમાવી હતી.

નોંધનીય છે કે,બેરોજગારીમાં વધારો થવાની શરૂઆત નોટબંધીના સમયગાળામાં જ થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાની નોકરી ગુમાવનાર ૫૦ લાખ પુરુષોમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના ઓછા શિક્ષીત પુરુષોની સંખ્યા વધારે છે. આ આધાર પર તારણ કાઢવામાં આવ્યું છે કે, નોટબંધીમાં સૌથી વધુ અસંગઠિત વિસ્તારના લોકો બેરોજગાર બન્યા છે. આ ઉપરાંત રિપોર્ટમાં ભવિષ્યમાં પણ રોજગારી ઉભી થવામાં તકલીફ થવાની વાત કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, નોટબંધી પછી થયેલી સ્થિતિમાં હજી કોઈ સુધારો થયો નથી. આ ઉપરાંત રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, ૨૦-૨૪ વર્ષના લોકો સૌથી વધારે બેરોજગાર બન્યા છે. નોટબંધીની પુરુષો કરતાં મહિલાઓને વધારે અસર થઈ છે.

વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ દરમિયાન ભારતમાં કામ કરતાં પુરુષોની સંખ્યામાં ૧૬.૧ મિલિયનનો વધારો થયો છે. જ્યારે તેનાથી ઉલટું આ સમયગાળામાં ડબ્લ્યુપીઆરની માત્રામાં ૫ મિલિયન નોકરીઓને નુકસાન થયું છે. નોંધનીય છે કે, આ રિપોર્ટમાં અત્યાર સુધી માત્ર પુરુષોના આંકડાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ રિપોર્ટમાં મહિલાઓની સંખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હોત તો બેરોજગારીની સંખ્યામાં વધારો થયો હોત તે ચોક્કસ છે.

’સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્લોયમેન્ટ’ દ્વારા રજૂ કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે પોતાની નોકરી ગુમાવનારા ૫૦ લાખ પુરૂષોમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઓછા શિક્ષિત પુરુષોની સંખ્યા વધારે છે. આ આધાર પર અહેવાલમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે નોટબંધીએ સૌથી વધુ અસંગઠિત ક્ષેત્રનો જ વિનાશ કર્યો છે.

Previous articleદિલ્હી અને મુંબઇની વચ્ચે જોરદાર ટક્કર થવાની વકી
Next articleRBI ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષરવાળી ૫૦ની નવી ચલણી નોટો બહાર પાડશે