પીડીત પરીણિતાને પતિના ત્રાસથી મુક્ત કરાવતી ૧૮૧ અભયમ્‌ની ટીમ

1269

તા.૧૫-૦૪-૧૯ ના રોજ પાલીતાણા તાલુકાના ભૂતીયા ગામથી પરીણિતાએ ૧૮૧માં કોલ કરીને જણાવેલ કે તેમના પતિએ તેમની મારજુડ કરેલ અને ત્રાસ આપતા હોવાથી મદદ માટે બોલાવેલ. જેથી પીડીત પરીણિતાની મદદ માટે કોલ મળતા ૧૮૧ રેસ્ક્યુ વાન ટીમના કાઉન્સેલર સરવૈયા વૈશાલી અને પાયલોટ પ્રકાશભાઇ તાત્કાલીક ધોરણે પરીણિતાની મદદ માટે ઘટના સ્થએળે પહોંચેલ હતા. જ્યાં પરીણિતાની પુછપરછ કરતા જણાવેલ કે, પરીણિતા છેલ્લા ૧૨ વર્ષથી તેના પતિના શારીરિક અને માનસીક ત્રાસથી પીડાઇ છે. હાલ પરીણિતાના પતિએ પરીણિતાને ગંભીર રીતે મારજુડ કરેલ અને ઇજા પહોંચાડેલ હતી. જેથી પાડોશીની મદદ દ્વારા પીડીત પરીણિતાને સારવાર અપાયેલ હતી. પરીણિતાની પીયરપક્ષને જાણ કરતા હાલ કોઇ મદદ ન મળતા પરીણિતા નિરાશ થઇ જતા ૧૮૧ ની ટીમ દ્વારા પરીણિતાને જીવનું જોખમ હોવાથી ભાવનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે ખસેડાય હતી. આ રીતે ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પરીણિતાને તેના પતિના ત્રાસથી મુક્ત કરાવેલ હતી. જેથી પીડીત પરીણિતાને હાશકારો થયેલ.

Previous articleબરવાળા પંથકમાં પોલિસ દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજાયું
Next articleસિહોરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરાશે