થોરડી ગામેથી સગીરાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી : ધાર્મિક પ્રસંગે આવેલી સગીરા ત્રણ દિવસથી ગુમ થઈ હતી

198

ચિત્રા વિસ્તારમાં રહેતાં શ્રમજીવી પરિવારની સગીરાનુ ગુમ થવું અને લાશ મળવી એ અનેક ભેદ-ભરમ સર્જે છે
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતી સગીરા સિદસર તેનાં મામાના ઘરે ગઈ હતી જયાંથી પરિવાર ધાર્મિક પ્રસંગે થોરડી લઈ ગયો હતો એ દરમ્યાન રાત્રે એકાએક ગુમ થયેલી સગીરાની ત્રીજા દિવસે કોહવાયેલી અને અર્ધનગ્ન હાલતમાં તળાવના કાંઠેથી લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે આ ઘટનાને લઈ ડીએસપી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. સમગ્ર બનાવ અંગે વિશ્વાસનીય સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતાં પ્રજાપતિ કિશોરભાઈ તેનાં પત્ની એક પૂત્ર તથા ૧૬ વર્ષિય પૂત્રી ભૂમિ સાથે રહે છે જેમાં ગત તા,૧૬ સપ્ટેમ્બર ના રોજ સગીરા તેનાં મામા ના ઘેર સિદસર ગામે ગઈ હતી દરમ્યાન મામાના પરિવાર ના સભ્યો ઘોઘા તાલુકાના થોરડી ગામે માતાજીના મઢે નવરંગા માંડવા નો કાર્યક્રમ હોય આથી ભાણેજ ભૂમિ ને પણ સાથે લઈ ગયાં હતાં દરમ્યાન આ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન રાત્રે સગીરા કાર્યક્રમ સ્થળેથી ગુમ થઈ જતાં સગીરાના મામા તથા અન્ય સભ્યોએ રાત થીજ ચિંતા ભરી શોધખોળ હાથ ધરી હતી પરંતુ સગીરાનો કોઈ ભાળ-પત્તો ન મળતાં સગીરાના પિતા તથા માતાને જાણ કરવામાં આવી હતી દરમ્યાન સૌવ કોઈ એ ભારે તરતપાસ કરવા છતાં સગીરા ન મળતાં સગીરાની માતાએ વરતેજ પોલીસ મથકે પોતાની પૂત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પોલીસે પણ તપાસ હાથ ધરી હતી દરમ્યાન આજે મોડી સાંજે કોઈ ગ્રામજને માહિતિ આપી હતી કે ગામનાં તળાવે કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ પડ્યો છે જે અંગે ની જાણ વરતેજ પોલીસને થતાં પોલીસ કાફલો તથા એસ પી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતાં ત્રણ દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરા ભૂમિ ની લાશ અર્ધનગ્ન હાલતમાં અને કોહવાયેલી જણાઈ હતી આથી પોલીસે સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરી આ અંગે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી મૃતક સગીરા અંગે પરિવારે જણાવ્યું હતું કે આ વર્ષે જ ધોરણ દસ પાસ કર્યું હતું અને આગળ ભણવાની ઈચ્છા ન હોય આથી માતાને ઘરકામમાં મદદરૂપ થતી હતી સ્વભાવે એકદમ સિધ્ધી અને સરળ એવી ભૂમિ સાથે આ શું બનાવ બન્યો તે પોલીસ તપાસ ના અંતે જ જાહેર થશે હાલ આ મુદ્દે વરતેજ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૬૩,૩૬૬ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

Previous articleસણોસરા ગામે ભય ફેલાવનાર દિપડો આખરે પાંજરે પુરાયો
Next articleઆઝાદીના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં પરિસંવાદ યોજાયો