વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા

89

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા નેશનલ ફ્લેગ ડે ૨૦૨૧ અંતર્ગત શ્રેઠ ફંડ એકત્રિત કરનાર સંસ્થાઓનું અભિવાદન, ચાલો ગોતી લઈએ સંવેદનાનાં મોતી નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રનું વિતરણ તેમજ ડૉ.કે.આર. કર્મયોગી એવોર્ડ અને શ્રી એન.ડી.નેતરવાલા પ્રતિભા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પૂર્વ વિદ્યાર્થી અને વરતેજ કન્યા શાળામાં અંગ્રેજી વિષયનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી રવીન્દ્રસિંહ ગોહિલને એન.ડી.નેતરવાલા પ્રતિભા એવોડ તેમજ સંસ્થાનાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી ઉષાબેન હાડાને ડો.કે.આર.દોશી કર્મયોગી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે નેશનલ ફ્લેગ ડે ૨૦૨૧માં રૂ.૧,૨૭,૦૦૦/- થી વધુ ફંડ એકત્રિત કરનાર ભાવનગર જીલ્લાની સર્વ શ્રેષ્ઠ સંસ્થા શ્રી ગણેશ માધ્યમિક શાળા ટીમાણા, રૂ.૫૧,૦૦૦/-નું ફંડ એકત્રિત કરનાર બોટાદ જીલ્લાની સર્વ શ્રેષ્ઠ શાળા શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ અને રૂ.૫૦,૦૦૦/- નું ફંડ એકત્રિત કરનાર ભાવનગર જીલ્લાની સર્વ શ્રેષ્ઠ ઉ.મા.શાળા શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર અને વિશેષ ફંડ એકત્રિત કરનાર અન્ય ૧૩ શાળાઓનું ટ્રોફી મહાનુભાવોનાં વરદહસ્તે એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે “ચાલો ગોતી લઇએ સંવેદનાનાં મોતી” નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી ઘનશ્યામભાઈ બારૈયાએ કર્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનો ચિતાર શ્રી હસમુખભાઈ ધોરડાએ આપ્યો હતો અને પ્રાસંગિક પ્રવચન શ્રી ક્રીતીભાઈ શાહે આપ્યું હતું. જ્યારે એન.એ.બી.રાજ્યશાખાનાં સેક્રેટરી શ્રી તારકભાઈ લુહારે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી આ વર્ષે બેસ્ટ ડીસ્ટ્રીક્ટ બ્રાંચ એવોર્ડ ભાવનગર જિલ્લા શાખાની પસંદગી થઇ છે તેવી માહિતી આપી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ જીલ્લાની શાળા કૉલેજમાં વહેલી તકે સંવેદના સોસાયટીની રચનાનું કાર્ય પૂરું કરવા ઉપસ્થિત શાળાઓને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ શ્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું અને સમગ્ર કાર્યકમનું સંચાલન શ્રી ચિરાગભાઈ દેસાઈએ કર્યું હતું. આ કાર્યકમને સફળ બનાવવા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં કર્મવીરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર જિલ્લામાં આજે ૭૩ નવા કેસ નોંધાતા ફફડાટ
Next articleસરકારી વિનયન કોલેજ ભેસાણમાં સપ્તધારા અંતર્ગત ’- સંગીત નૃત્ય’ ધારાનું આયોજન કરાયું