ભાવનગર જિલ્લામાં આજે ૭૩ નવા કેસ નોંધાતા ફફડાટ

83

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના મોટાભાઈ ડો. ગિરિશભાઈ વાઘાણી તથા ભાવ.યુનિ. કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા કોરોનાની ઝપેટમાં : શહેરમાં ૨૪૮ અને ગ્રામ્યમાં ૩૭ દર્દીઓ મળી કુલ ૨૮૫ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો યથાવત છે. આજે એક જ દિવસમાં નવા ૭૩ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ૨૫૦ને પાર પહોંચી ચૂકી છે. ભાવનગર શહેરમાં આજે ૬૧ નવા કેસ નોંધાયા હતા જેમાં ૩૪ પુરુષનો અને ૨૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૭ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૧૨ કેસ નોંધાયા હતા જેમાં ૮ પુરુષનો અને ૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં ૬૧ કેસ નોંધાયા છે જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટીના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા અને પૂર્વ ઈચા. કુલપતિ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના મોટાભાઈ ડો. ગિરિશભાઈ વાઘાણી, સિલ્વર બેલ્સ શાળામાં ઘોરણ ૯ માં એક વિદ્યાર્થીઓ, ધોલેરા ૩ કર્મચારી, સહજાનંદ ગુરુકુળના પેહલા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ, ભાવનગર એસ.ટીનો એક ડ્રાઈવર, એમ.બી.બી.એસનો ફર્સ્‌ટ વર્ષનો વિદ્યાર્થી સહિત કોરોનાની ઝપટમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૨૪૮ પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં ૩૭ દર્દી મળી કુલ ૨૮૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૮૧૪ કેસ પૈકી હાલ ૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.