સરકારી વિનયન કોલેજ ભેસાણમાં સપ્તધારા અંતર્ગત ’- સંગીત નૃત્ય’ ધારાનું આયોજન કરાયું

86

સરકારી વિનયન કોલેજ ભેસાણ માં તા.૦૮/૦૧/૨૦૨૨ ના રોજ સપ્તધારા અંતર્ગત ’ગીત સંગીત નૃત્ય ધારા’ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજ ના કુલ ૧૦ વિઘાથીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો રહ્યો છે. આ સ્પર્ધામાં વિઘાથીઓ એ અલગ ગીત,ભજન,લગ્નગીત ,લોકગીત, દુહા છંદ, શૌયૅ ગીત ગાઈ સંગીતના સૂરોની મહેક ફેલાવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. યોગેશકુમાર વી.પાઠક સાહેબ ના માર્ગદર્શન હેઠળ થયું હતું.આ સ્પર્ધાનું વિશેષ આયોજન ગીતસંગીત નૃત્ય ધારા ના કોર્ડીનેટર પ્રો. ડો અજય એલ.જોશી સાહેબ અને પ્રો. ડો.સંજય એલ. બંધિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ. આ તકે વિદ્યાર્થીઓ ઉપરાંત
પ્રો ડો.સરોજબેન.નારીગરા પ્રા.પંકજ સોલંકી સાહેબ, ડો.પ્રો.દિલીપ ગજેરા સાહેબ તેમજ પ્રો ડો.સચિન પીઠડીયા, ,ડો પી. એમ સોંદરવા સાહેબ પ્રો ડો. પી. વી ગુરનાણી ,પ્રો ડો મહેશ વાઘેલા, લાઈબેરીયન નીતિન ગજેરાસર ,સંગીતાબેન ચૌહાણે આ સંગીત સ્પર્ધા માં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleવિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા
Next articleજિલ્લામાં ઉજ્જવલા યોજનાના ૨ ફેસમાં ૬૮ હજાર કનેકશનની કરાઇ ફાળવણી